SURAT

શિવપૂજા અભિષેક આગ: ભાડુ વસૂલનાર અનિલ રૂંગટાને વીઆઈપી ટ્રીટમેન્ટ કેમ અપાય છે?

સુરત: શહેરના સિટી લાઈટ વિસ્તારમાં જીમ અગ્નિકાંડમાં જીમ-સ્પા સંચાલકોની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ બાદ આ ઘટના માટે જવાબદાર પ્રોપર્ટી ઓનર, ફાયર અધિકારીઓ સામે પોલીસ તપાસની વાતો કરી રહી છે. પરંતુ વીએચપી નેતા અનિલ રૂંગટા સામે જડબેસલાક પુરાવા હોવા છતાં આ મામલે પોલીસનું ઠંડુંગાર વલણ વિવાદીત બન્યું છે.

  • પોલીસના તપાસનાં કાટલાં પોલીસ સ્ટેશન દીઠ બદલાય છે
  • જો ભેસ્તાન અને સચિનમાં ભાડુ વસૂલનારા સામે ફરિયાદ દાખલ કરાય છે તો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં કેમ નહીં?
  • દસ્તાવેજ રજૂ કર્યા બાદ પણ અનિલ રૂંગટાને વીઆઇપી ટ્રીટમેન્ટ અપાઈ રહી છે

આ પ્રકરણમાં સિટી લાઇટની શિવપૂજા બિલ્ડિંગ તથા મૂળ બિલ્ડર ભૂપતભાઈ પોપટનો જવાબ લીધા બાદ દુર્ઘટનાગ્રસ્ત પ્રોપર્ટીના માલિક અનિલ રૂંગટાને પણ હાજર થવા ઉમરા પોલીસે નોટિસ બજાવી છે. અત્યાર સુધીમાં આ પ્રકરણમાં તપાસ કાચબાની ગતિએ ચાલી રહી હતી.

આ આખું પ્રકરણ એટલે ગંભીર બન્યું છે, કેમ કે જો રાજકોટ કાંડ બાદ જો પોલીસ અને તંત્ર સુધરતું નહીં હોય તો સુરતમાં ફરીથી તક્ષશિલા કાંડની તૈયારી શહેરીઓએ રાખવાની રહેશે. જેમાં વીસથી એકવીસ વર્ષની નાની ઉંમરની યુવતીઓ જીવતી ભુંજાઇ ગઇ હતી.

આખરે પોલીસ કમિશનર જાતે મેદાનમાં આવ્યા
આ પ્રકરણમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાતે મેદાનમાં આવ્યા છે. તેમણે એસીપી મલ્હોત્રાને આખો તપાસ રિપોર્ટ આપવા જણાવ્યું છે. ત્યારે વાસ્તવમાં આ મામલે પોલીસ કોઇના દબાણ હેઠળ છે કે પછી બે યુવતીઓનાં મોતને પોલીસ ગંભીરતાથી લઇ રહી નથી. કમિશનર ગેહલોત ખુદ મેદાને છે ત્યારે હવે કોઇ એક્શનનું આશાનું કિરણ દેખાયું છે.

દસ્તાવેજની તમામ શરતો અને કરારનામા બાદ પણ પોલીસ હરકતમાં નહીં આવતાં આશ્વર્ય
ભૂપતભાઈ પોપટે ઉમરા પોલીસ સમક્ષ આ પ્રોપર્ટી અનિલ રૂંગટાને વેચી દીધી હોવાનું નિવેદન આપી અને ભાડું પણ અનિલ રૂંગટાને ચૂકવાઈ રહ્યું હોવાની માહિતી આપી છે. સાથોસાથ એમણે પ્રોપર્ટીના વેચાણ દસ્તાવેજ પણ પોલીસ સમક્ષ રજૂ કરી પ્રોપર્ટીના અસલી માલિક અનિલ રૂંગટા હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન આ મામલે જે વધુ વિગતો જણાવાઇ છે તેમાં એપ્રિલ-૨૦૨૩માં ભૂપતભાઇએ અનિલ રૂંગટાને કરેલા વેચાણ દસ્તાવેજમાં પેરા ક્રમાંક-૧૫ અને ૧૬માં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે કે કાયદાએ પ્રતિબંધ મૂક્યો હોય તેવાં કાર્યો માટે ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સઘળી જવાબદારી પ્રોપર્ટી ખરીદનારની રહેશે. બીજા પક્ષની એટલે કે વેચાણ કરનારની કોઈ જવાબદારી રહેશે.

સદરહુ ઈમારતના કોમન પેસેજ દાદર તેમજ કોમન દીવાલ ઉપર કોઈપણ જાતનું કૃત્ય કરવું કરવું નહીં. તેમજ કોમન પેસેજ દાદર તથા કોઈપણ રાચ-રચીલું કે સરસામાન મૂકવાનો નથી. સદરહુ મિલકત જે બિલ્ડિંગમાં આવેલી છે તે બિલ્ડિંગને નુકસાન થાય કે કોમન દીવાલને નુકસાન થાય, બિલ્ડિંગ એલિવેશનમાં ફેરફાર થાય તેવું કોઈપણ કૃત્ય તમારે (ખરીદનાર એનિલ રૂંગટાએ) કરાવવાનું નથી.

સદરહુ ઈમારતની કોઈપણ દીવાલ તોડી અલગથી ભારી-બારણાં તથા એરકન્ડિશન મૂકવાનાં નથી. જો તેમ કરશો અને બિલ્ડિંગને કોઈપણ પ્રકારની હાનિ થાય કે એલિવેશન ફેરફાર થાય તો તેના માટે તમો પહેલા પક્ષના (એટલે કે ખરીદનાર અનિલ રૂંગટા) જવાભદાર ગણાશે.

પક્ષે પૂરેપૂરો સંતોષ વ્યક્ત કર્યો હતો. પેરા ક્રમાંક (૧૬)માં દસ્તાવેજમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, બાંધકામની ઈલેક્ટ્રિક સ્પેસિફિકેશન, ગુણવત્તા સર-સામાનની ગુણવત્તા, ફાયર સેફ્ટીની ગુણવત્તા, પાર્કિંગની ફાળવણી, ઈમારતમાં આપવામાં આવેલી સવલતો/ સુવિધાઓની બાબત તમે (અનિલ રૂંગટાએ) જોઈ તપાસી એની ખાતરી કરી છે.

તમે પહેલા પક્ષનાઓએ (ખરીદનાર અનિલ રૂંગટાએ) ખાતરી કરી છે. અને તમે પહેલા પક્ષનાએ પૂરેપૂરો સંતોષ વ્યક્ત કર્યો છે. ટૂંકમાં પ્રોપર્ટી ખરીદ્યા ભાદ વેચનાર ભૂપતભાઈ પોપટની કોઈ જવાબદારી રહેતી નથી. પ્રોપર્ટી ખરીદ્યા બાદ ફાયર એનઓસી લેવાની જવાબદારી ભાડુઆતની હતી અને ભાડુઆત આમ ન કરે તો એની પાસે ફાયર એનઓસી લેવડાવવાની જવાબદારી પ્રોપર્ટીના માલિક અને ભાડુઆત પાસે ભાડું લેનાર અનિલ રૂંગટાની હતી.

અગાઉ પોલીસે પ્રોપર્ટીનું ભાડું વસૂલનાર માલિકો સામે ગુનો દાખલ કર્યો હતો
સચિન-ભેસ્તાન આગકાંડમાં પોલીસે પ્રોપર્ટીનું ભાડું વસૂલનાર માલિકો સામે ગુનો દાખલ કર્યો હતો. હવે આ કિસ્સામાં અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈ શું જવાબ લખાવે છે એની ઉપર સૌ કોઈની મીટ મંડાયેલા નવા તપાસ અધિકારી મલ્હોત્રાએ ફાયરના અધિકારીઓની પણ ભૂમિકાની તપાસ કરવાની જરૂર છે.

ફાયર એનઓસી વિના ધમધમતા જીમને માત્ર નોટિસ આપી શાંતિથી બેસી રહેલા અને પ્રોપર્ટીનું વીજ કનેક્શન, પાણી કનેક્શન નહીં કાપીને પ્રોપર્ટીને સીલ નહીં મારનાર ફાયરના અધિકારીઓ સામે પોલીસ શું પગલાં ભરે છે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની જેમ બેસી રહેશે.

Most Popular

To Top