પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણના પ્રથમ દિવસે હર હર મહાદેવના નાદથી શિવમંદિરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસ ની શરૂઆત થતા જ લોકો પોતાના દુઃખ દર્દ ભૂલી ધામ ધૂમ થઈ ઉજવણી કરવા તહેવારો મનાવવા હરવા ફરવાના આયોજનમાં લાગી ગયા હતા તો શિવ મંદિરોમાં પણ આજે વહેલી સવારથી શિવભક્તો મંદિરોમાં પૂજા અર્ચના , ધૂન, ભજન, સહિતના કાર્યક્રમનો પ્રારંભ થવા પામ્યો હતો. મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મંદિરોમાં ભારે ભીડ જામી હતી.પાદરા વડુ પંથક માં શ્રાવણ માસ તહેવારોનો માસ પણ ગણાતો હોઈ લોકોમાં દિવસે અગાઉ ઉમંગ છલકાતો હોય છે ત્યારે પાદરા વડુ પંથકના નાના મોટા ગામોમાં શિવાલય મંદિરોમાં શ્રાવણ ના પ્રથમ દિવસે સોમવારથી હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
પાદરાના શિવમંદિરો માં ભક્તોની સવારથી જ ભગવાન ના દર્શન પૂજન , જળ અભિષેક કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા શિવમંદિરોમાં વિશેષ પૂજા દીપમાળા, મહા આરતી સહિત અનેક ધાર્મિક અનુસ્થાનો યોજાયા હતા.પાદરા ના ઝંડા બજારમાં આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર પાદરા ગોવિંદપુરા જકાતનાકા પાસે આવેલ કાશીવિશ્વનાથ મહાદેવ ડભાસા ભાગોળ , રામેશ્વર મહાદેવ મંદિર , જુના કોઠા મહાદેવ મંદિર, રાધારમણ સોસાયટીમાં આવેલ સિઘ્ધએશ્વર મહાદેવ મંદિર , ગાયત્રી મંદિર પાસે આવેલ મહાદેવ મંદીર, રામપાર્ક સોસાયટી માં આવેલ મહાદેવ મંદિર,કંટારીયા તળાવ પાસે આવેલ કુબેર દાદા મહાદેવ મંદિર સહિત વિવિધ મહાદેવ મંદિરોમાં હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.
કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા મેળાવડાઓ પર પ્રતિબન્ધ મૂકવામાં આવ્યો છે તેજ રીતે સાંજે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થવા પામ્યો હતો પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીમાં રાહત હોવાના કારણે શિવ મંદિરોમાં કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરી શિવજીના દર્શન કરવા દેવામાં આવશે વધુ ભીડ એકત્ર ન કરવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા સૂચના આપવામાં આવી છે શ્રાવણ માસનો પ્રારંભ થતા પાદરા વડુ પંથક ના ગામો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ભક્તો પણ શિવજીના શિવલિંગ પર બીલી દૂધ જળ અભિષેક કરી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કેટલાંક ભક્તો શ્રાવણ માસ દરમ્યાન એક ટાણું ઉપવાસ કરી શિવજીની આરાધના શરૂ કરી હતી.