નવી દિલ્હી : શિરડી (Shirdi) સાંઈ ધામ જનારા ભક્તો માટે ખુશ ખબરી છે. સાંઈ ભક્તો માટે હવે મુંબઈ સાંઈ નગર સુંધીની વંદે ભારત (Vande Bharat) ટ્રેન શરુ થવા જઈ રહી છે. શુક્રવારે પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી (PM Modi) મુંબઈમાં 2 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવવાના છે. જેની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી.આ બન્ને ટ્રેન પૈકીની એક ટ્રેન મુંબઈથી શોલાપુરના રૂટ ઉપર દોડશે જયારે અન્ય ટ્રેન મુંબઈથી સાઈનગર શિરડી વચ્ચે દોડશે. આ ટ્રેનોના નામ મુંબઈ-શોલાપુર વંદે ભારત અને મુંબઈ-સાંઇ નગર વંદે ભારત નામ આપવામાં આવ્યું છે. દેશ વાસીઓને અત્યાર સુંધી 8 સેમી સ્પીડ વંદે ભારત ટ્રેનની સોગાત મળી ચુકી છે. જે અલગ-અલગ રાજ્યોમાં સેવાઓ પ્રદાન કરી રહી છે.
- સાંઇ ભક્તોને મળશે હવે વંદે ભારતની સોગાત તેની જાહેરાત ગુરુવારે કરાઈ હતી
- શુક્રવારે પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી મુંબઈમાં 2 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે
- દેશ વાસીઓને અત્યાર સુંધી 8 સેમી સ્પીડ વંદે ભારત ટ્રેનની સોગાત મળી ચુકી છે
શિરડી સુધીનીમાં યાત્રા સુવિધા મળવાથી થશે આરામ દાયક
ટ્રેનમાં યાત્રા-મુસાફરી આરામ દાયક હોઈ તે કયા મુસાફરોને ન ગમે જોકે મુંબઈથી શિરડી સુધી જવા માટે ટ્રાન્સફોટેશનના અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે પરંતુ તેમાં મોટા ભાગે બસના વિકલ્પો હોઈ છે. જે આરામદાયક નથી હોતા.મુંબઈ-શોલાપુર વંદે ભારત દેશની 9મી વંદે ભારત ટ્રેન છે. આ આરામ દાયક ટ્રેનના માધ્યમથી મુસાફરો હવે યાત્રા કરી શકશે. આ ટ્રેન મુસાફરોને શોલાપુરમાં સિદ્ધેશ્વર,શોલાપુર નજીકના અક્કલકોટ,તલાજાપુર,પંઢરપુર અને પૂણે પાસે આલદી જેવા મહત્વના યાત્રા ધામોની આરામ દાયક અને બહેતરીન સુવિધાઓ આપશે. તો બીજી તરફ મુંબઈ-સાંઈ નગર ટ્રેન દેશની 10મી વંદે ભારત ટ્રેન હશે. આ ટ્રેન મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પૈકી નાસિક,ત્રમ્બકેશ્વર,સાઈ નગર શિરડી શનિ શિંગણાપુર જેવા મહત્વના તીર્થ સ્થળોની યાત્રાને વધુ સુગમ બનાવશે.
યાત્રા કરતા પહેલા જાણી લઇએ કેટલો હોઈ શકે છે તેનો ફેર
હવે જયારે વંદે ભારત ટ્રેનમાં મુસાફરીની વાત આવે છે ત્યારે સૌથી પહેલો સવાલ તેના ફેરને લઇને આવે છે. તો હવે જાણી લઈએ કેટલો હશે તેનો ફેર.મુંબઈ શિરડી સેમી હાઈ સ્પીડમાં ટ્રેનમાં ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ એમ બન્ને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું અંતર મુજબનું અલગ-અલગ ફેર ચૂકવવું પડશે જેવી રીતે મુંબઈથી નાસિક સુધીની યાત્રાનું ભાડુ 550 રૂપિયાથી લઇને 1150 સુધી નક્કી કરવામાં આવ્યું છે. જયારે મુંબઈથી શિરડી વચ્ચે ચાલનારી વંદે ભારત એક્સ્પ્રેસ્ક્સ ટ્રેનનું ફેર પૈકી ચેર કાર માટે 800 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 1630 રૂપિયા જેટલો ફેર અત્યારે નક્કી કરવામાં આવ્યો છે. એક અનુમાન મુજબ દર વર્ષે 50 લાખ કરતા પણ વધુ સાંઈ ભક્તો મુંબઈથી શિરડીથી સાંઈ બાબાના દર્શન કરવા માટે જાય છે.તો આમ જોવા જઈએતો આ ટ્રેન શિરડીની યાત્રા કરવા જનારાઓ માટે ઘણી જ આરામદાયક અને સુવિધાઓથી સજ્જ થયેલી ટ્રેનની ગણનામાં આવશે.
સ્વદેશમાં બનેલી વંદે ભારત ટ્રેનનો કરીઝ્મા અદભુત અનુભૂત કરાવે છે
ભારતમાં જ આ ટ્રેનની ડિઝાઇન કરવામાં આવી છે. આ સ્વદેશી ટ્રેન જયારે પાટા ઉપર દોડે છે ત્યારે અદભુત અનુભવ થાય છે. અત્યાર સુધી ભારતના અલગ -અલગ રાજ્યોના શહેરોમાં કુલ 8 જેટલી વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. જે સફળ થઇ છે. આ ટ્રેનોમાં મુંબઈથી ગાંધીનગર ની વચ્ચે દોડતી વંદે ભારત પણ શુમાર છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન 16 કોચની ટ્રેન છે જેની ડિઝાઇન ભારતમાં જ કરવામાં આવી છે. જેમાં સેમી હાઇ સ્પીડ સેલ્ફ પ્રોપેલ્ડ ટ્રેન સેટની સુવિધાને ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હવે ટ્રેનનીઓ સ્પીડની વાત કરીએ તો તે 140 સેકન્ડમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ જોત જોતામાં પકડી લેય છે.મુસાફરો જાણે હવાઈ જહાજમાં યાત્રા કરતા હોઈ તેવો પણ આ ટ્રેન અનુભવ કરાવે છે. વિવિદ અત્યાધુનિક સુવિધાઓ આ ટ્રેનમાં ઉપલબ્ધ હોવાથી યાત્રીઓને વંદે ભારત ટ્રેનનો કરીઝ્મા અધભુત અનુભવ કરાવે છે.