વડોદરા: વડોદરા જીલ્લામાં ભાજપ દ્વારા નિરીક્ષકોની ટીમ દ્વારા ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ને સાંભળવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા જીલ્લામાં જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચુંટણી માટે દાવેદારોની કુલ સંખ્યા જીલ્લા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે.
કરજણ : કરજણ તાલુકામાં જીલ્લા પંચાયતની 4 બેઠકો માટે 21 કાર્યકરો એ દાવેદારી કરી છે. જયારે કરજણ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 88 દાવેદારો એ ચુંટણી લડવા ઈચ્છા દર્શાવી છે.
વાઘોડિયા : તાલુકામાં જ્યાં ધારાસભ્યના પરિવારના સભ્યો પણ ઉમેદવારી માંગી રહ્યા છે.ત્યાં જીલ્લા પંચાયતની 4 બેઠક માટે 24 દાવેદારો નોંધાયા છે. જયારે તાલુકા પંચાયતની 20 બેઠક માટે 93 ભાજપના કાર્યકરો ચુંટણી લડવા અને જીવતાના વિશ્વાસ સાથે દાવેદારી પર ઉતર્યા છે.
વડોદરા તાલુકાે : જીલ્લા પંચાયતની 7 બેઠક માટે 43 કાર્યકરો એ ચુંટણી લડવા માટે દાવેદારી દર્શાવી છે. જયારે વડોદરા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 114 કાર્યકરો એ દાવેદારી નોંધાવી છે.
શિનોર : તાલુકામાં જીલ્લા પંચાયતની ફક્ત 2 બેઠક માટે 13 દાવેદાર અને શિનોર તાલુકા પંચાયતની 16 બેઠક માટે 55 દાવેદારો એ ચુંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
ડભોઇ : તાલુકામાં જીલ્લા પંચાયતની 4 બેઠક સામે 21 દાવેદાર જયારે તાલુકા પંચાયતની 20 બેઠક સામે 53 કાર્યકરો અને આગેવાનો એ દાવેદારી નોંધાવી છે. જયારે ડભોઇ નગર પાલિકા માટે ચારની પેનલ વાળા 7 વોર્ડમાં (28 બેઠક) માટે 114 ભાજપના કાર્યકરો એ દાવેદારી નોંધાવી છે.
પાદરા : તાલુકામાં વડોદરા જીલ્લાની 6 જીલ્લા પંચાયત બેઠકનો સમાવેશ થાય છે. જે 6 બેઠક માટે 36 અને તાલુકા પંચાયતની 26 બેઠક માટે 104 કાર્યકરો એ દાવેદારી નોંધાવી છે. જયારે પાદરા નગર પાલિકા માટે ચારની પેનલ વાળા 7 વોર્ડમાં (28 બેઠક) માટે 99 ભાજપના કાર્યકરો એ દાવેદારી નોંધાવી છે.
સાવલી : તાલુકામાં જીલ્લા પંચાયતની 5 બેઠક સામે 22 દાવેદાર જયારે તાલુકા પંચાયતની 22 બેઠક સામે 91 કાર્યકરો અને આગેવાનો એ દાવેદારી નોંધાવી છે.
ડભોઇ : નગર પાલિકા માટે ચારની પેનલ વાળા 6 વોર્ડમાં (24 બેઠક) માટે 139 ભાજપના કાર્યકરો એ દાવેદારી નોંધાવી છે.
ડેસર : તાલુકામાં વડોદરા જીલ્લાની 2 જીલ્લા પંચાયત બેઠકનો સમાવેશ થાય છે. જે 2 બેઠક માટે 12 અને તાલુકા પંચાયતની 22 બેઠક માટે 91 કાર્યકરો એ દાવેદારી નોંધાવી છે
2015ની ચૂંટણીની સરખામણીએ 200 બુથ ઓછા હશે
વડોદરા કોર્પોરેશનની વોર્ડ નં-4ની ઓફિસે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના મતદારો અને ચૂંટણી વિભાગના અધિકારીઓ તેમજ ટેકનિકલ સ્ટાફની હાજરીમાં સવારથી સાંજ સુધી મોકપોલ પ્રક્રિયા હાથ ધરી હતી. કોર્પોરેશન પાસે 2000 કંટ્રોલ યુનિટ અને 4000 બેલેટ યુનિટ મળી કુલ 6000 યુનિટ છે. બંને યુનિટ ભેગા કરતા એક ઇવીએમ બને છે.
2000 કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાંથી 200 મશીન પસંદ કરાયા હતા અને તેમાથી એક- એક સેટ બનાવી દરેક પર 1,000 કે તેથી વધુ મત આપવામાં આવ્યા હતા. હવે ચૂંટણી પૂર્વે ઉમેદવારો નક્કી થાય તે પછી આર.ઓ દ્વારા તેનું વિતરણ થશે. આ વખતે કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈ ચૂંટણીની સરખામણીએ 200 બુથ ઓછા હશે. આ ચૂંટણીમાં 1250 બુથ ઉભા કરાશે. વડોદરામાં કુલ મતદારો 14,46,212 છે.