મુંબઈ: (Mumbai) પોર્નોગ્રાફી (Pornography) કેસમાં પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Actress Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની (Raj Kundra) બોમ્બે હાઈ કોર્ટે (Bombay Highcourt) આગોતરા જામીન અરજી (Bail) ફગાવી દીધી છે. પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવા અને તેને વિતરણ કરવાના મામલે રાજ કુંદ્રની ધરપકડ (Arrest) કરવામમાં આવી હતી. આ કેસ સાથે જોડાયેલા રાજ કુંદ્રા ઉપરાંત અભિનેત્રી પુનમ પાંડે (Poonam Pandey) અને શર્લિન ચોપરા (Sharlin Chopra) સહિત અન્ય 6 વ્યક્તિઓની આગોતરા જામીન અરજી પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ વર્ષે જુલાઈ માસમાં પોર્નોગ્રાફી બનાવવા અને તેને વિતરણ કરવા અંગે પોલીસે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. કોર્ટ દ્રારા રાજ કુંદ્રાને સપ્ટેમ્બર માસમાં જામીન મળી હતી. રાજ કુંદ્રાએ કોર્ટેને કહ્યું કે વિડીયો ઈરોટિક (video Erotic) હોઈ શકે પરંતુ સેક્સ્યુઅલ એક્ટિવટી દર્શાવતો નથી. કુંદ્રાએ કહ્યું કે આ રીતના વિડીયોઝ બનાવવા અને પ્રસારણ કરવામાં મારો કોઈ હાથ નથી. તેમણે કહ્યું કે તેને ફસાવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં ન્યાયમૂર્તિ સાંબ્રેએ કોઈપણ કાનૂની કાર્યવાહી ટાળવા માટે આરોપીઓની વચગાળાની સુરક્ષાને 4 અઠવાડિયા સુધી લંબાવી છે. રાજ કુંદ્રાના વકીલ પ્રશાંત પી પાટીલ અને સ્વપ્નિલ અંબુરે કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં જણાવ્યું હતું કે કુંદ્રા વિરૂધ સહ-આરોપી બનેલી પૂનમ પાંડે અને શર્લિન ચોપરાના કથિત અંગત વીડિયોના સંબંધમાં કાર્યવાહીનો એકમાત્ર આરોપ છે.
રાજ કુંદ્રાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈએ ‘હોટશોટ્સ’ એપનો ઉપયોગ કરી પાર્ન ફિલ્મો બનાવી તેનું વિતરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. રાજના વકીલે જણાવ્યું હતું કે પુનમ પાંડે અને શર્લિન ચોપરાને એપ આપવામાં આવી હતી પરંતુ બને અભિનેત્રી પાસે તે વ્યક્તિગત OTT એપ પર પ્રસારણ અને વિતરણનો કરવા માટેનુ નિયંત્રણ હતું. નોંધનીય છે કે, રાજ કુંદ્રા પર કલમ IPC 420 (છેતરપિંડ), 34 (સામન્ય ઉદ્દેશ્ય), 292 અને 293 (અશ્લીલ અને અશ્લીલ જાહેરાતો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે કુંદ્રા વિરૂધ ચાર્જશીટ દાખલ કર્યા બાદ સપ્ટેમ્બરમાં કોર્ટ દ્વારા જામીન આપવામાં આવી હતી.