શહેરા : શહેરા મા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ની મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલ પૂર્ણ થઈ હતી. જિલ્લા પંચાયતમાં ચાર બેઠકો પર ભાજપ ના ઉમેદવારો ને જીત મળવા સાથે તાલુકા પંચાયતની 19 બેઠકો માથી 17 ભાજપ ના ફાળે અને એક કોંગ્રેસ તેમજ એક અપક્ષ ના 24 વર્ષીય યુવા ઉમેદવારની જીત થઈ હતી.
૨૮મી ફેબ્રુઆરીના રોજ શહેરા તાલુકામાં 19 તાલુકા પંચાયત અને ચાર જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણીઓ યોજાઈ હતી. શહેરા નગરના મોડેલ સ્કૂલ કાંકરી ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ થઈ હતી.
સવારથી જ મત ગણતરી સ્થળ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીત ની આશા સાથે પોતાના સમર્થકો સાથે ઉમટી પડયા હતા.કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી સાથે જ સોસ્યલ ડિસ્ટન્સ ની પણ જાળવણી રાખવામાં આવી હતી બપોર સુધી ચાલેલી મતગણતરીના અંતે તાલુકા પંચાયતની ૧૯ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો.
૧ બેઠક પર અપક્ષનો અને ૧ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપ સમર્થકોએ પોતાના ઉમેદવારની જીત થતાં ફૂલહાર પહેરાવી તેઓની જીતના વધામણાં કર્યા હતા જોકે પોતાના મત વિસ્તારમાં દરેક વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી લોકઅભિવાદન કર્યું હતું.
જિલ્લા પંચાયતના વિજય થયેલા ઉમેદવારો
બોરીયા ૫ : રમીલાબેન જશવંતસિંહ પગી
ધામણોદ 7 : દુધાભાઈ ભવનસિંહ બારીયા
સુરેલી 31 : કિરણસિંહ સોમસિંહ બારીયા
વાડી 34 : લીલાબેન દિલીપસિંહ સોલંકી
શહેરા જિલ્લા પંચાયતમાંથી સાત પૈકી ત્રણ બેઠકો બિન હરીફ થઈ હતી.