Dakshin Gujarat

શેખપુરમાં ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી પકડાઈ, 9.18 લાખનો મુદ્દામાલ કબજે

કામરેજ પોલીસે શેખપુર ગામે ભક્તિધારા ઈન્ડસ્ટ્રિયલમાંથી ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી પકડી પાડી 9,18,598નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. મંગળવારે કામરેજ પોલીસમથકની એક ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, શેખપુર ગામે ભક્તિધારા ઈન્ડસ્ટ્રિયલમાં આવેલા પ્લોટ નં.80ના પાછળના ભાગે આવેલા પ્લોટમાં ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવી તેનું પ્લાસ્ટિકની બોટલોમાં ભરવાનું કામ ચાલે છે.

જે બાતમીના આઘારે સ્ટાફ સાથે રેડ કરતાં જર્મ એક્સ સોફ્ટર એડ્વાન્સ ક્લિનિંગ હેન્ડ સેનિટાઈઝર, વિકોલ હેન્ડ સેનિટાઈઝર લિક્વિડ, ટલો બબલ ઈન્સ્ટન્ટ હેન્ડ સેનિટાઈઝર, એસ.કે.ડી.પી. ડોક્ટર પ્લસ હેન્ડ સેનિટાઈઝર, જે.પી. હેન્ડ રબ ક્લીન એન્ડ ફ્રેસ ફર્સ્ટ ક્લાસ, વીકલીયર હેન્ડ સેનિટાઈઝર તેમજ સ્ટિકર, બેચ, બોટલો મળી કામરેજ પોલીસે ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવાની ફેક્ટરી પકડી પાડી 9,18,598 રૂ.નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જે અંગે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, કેટલા સમયથી સેનિટાઈઝર બનાવી રહ્યા હતા, જે ફેક્ટરીનો માલિક પકડાયા બાદ જ માલૂમ પડશે.

Most Popular

To Top