World

બાંગ્લાદેશથી ભારત પહોંચ્યા શેખ હસીના, રિફ્યુઅલ ભર્યા બાદ પ્લેન લંડન જઈ શકે છે

બાંગ્લાદેશમાં ભારે હિંસક પ્રદર્શનો બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે. શેખ હસીનાનું વિમાન ભારતના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ હસીનાના વિમાનમાં ઈંધણ ભરવામાં આવશે, ત્યારબાદ તે લંડન જશે.

સુત્રો પાસેથી પહેલાથી જ માહિતી મળી હતી કે શેખ હસીના પોતાના વિમાન દ્વારા ભારતમાં ઉતરશે. ભારતના વિદેશ મંત્રાલયમાંથી કોઈ તેમને અહીં મળે તેવી શક્યતા છે. શેખ હસીનાના પ્લેનમાં રિફ્યુઅલિંગ પણ થશે. આ પછી શેખ હસીનાનું વિમાન ભારતથી રવાના થશે. મળતી માહિતી મુજબ, એરક્રાફ્ટનું બીજું રિફ્યુઅલિંગ ગલ્ફ દેશો ખાસ કરીને સાઉદી અરેબિયામાં થવાની શક્યતા છે. આ પછી શેખ હસીનાનું વિમાન લંડન જવા રવાના થાય તેવી શક્યતા છે.

વાયુસેનાના ટોચના સૂત્રના જણાવ્યા અનુસાર શેખ હસીનાનું વિમાન સાંજે 5:45 વાગ્યે હિંડન એરબેઝ પર ઉતર્યું હતું. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં હિંડન એર બેઝ પર ઉતર્યા છે. આ વિમાન ભારતીય વાયુસેનાના C-17 અને C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ હેંગર પાસે પાર્ક કરવામાં આવશે. ભારતીય એરસ્પેસમાં પ્રવેશવાથી ગાઝિયાબાદના હિંડોન એરબેઝ સુધી વિમાનની હિલચાલ પર ભારતીય વાયુસેના અને સુરક્ષા એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. 

માહિતી અનુસાર ભારતીય સુરક્ષા એજન્સીઓ બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદથી 10 કિલોમીટર દૂરથી કોલ સાઇન AJAX1431 સાથે C-130 એરક્રાફ્ટ પર નજર રાખી રહી હતી. આ વિમાનમાં શેખ હસીના અને તેમના દળના કેટલાક સભ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ વાયુસેનાનું આ વિમાન ઝારખંડ અને બિહાર જેવા રાજ્યો થઈને યુપીના ગાઝિયાબાદ પહોંચ્યું છે. 

Most Popular

To Top