National

શશિ થરૂરે પીયૂષ ગોયલ સાથેનો ફોટો શેર કર્યો: બે દિવસ પહેલા કહ્યું હતું- કોંગ્રેસને જરૂર નથી તો..

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે X પર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથેનો ફોટો શેર કર્યો. ફોટામાં બ્રિટનના વેપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સ પણ તેમની સાથે દેખાય છે. શશિની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે તેમના અને કોંગ્રેસ પાર્ટી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી હોવાના અહેવાલો છે. થરૂરે ફોટો કેપ્શનમાં લખ્યું- ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં યુકેના રાજ્ય વ્યાપાર અને વેપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે વાતચીત કરીને આનંદ થયો. લાંબા સમયથી અટકેલી મુક્ત વેપાર કરાર (FTA) વાટાઘાટો ફરી શરૂ થઈ છે, જે ખૂબ જ સ્વાગતપાત્ર છે.

જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરીએ જ શશિએ કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું, પરંતુ જો પાર્ટીને મારી જરૂર નથી તો મારી પાસે પણ વિકલ્પો છે. જોકે થરૂરે પક્ષ બદલવાની અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ભલે મંતવ્યોમાં મતભેદ હોય પણ તેઓ એવું માનતા નથી.

કેરળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જોકે રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાં બળવાના અવાજો ઉઠવા લાગ્યા છે. આ વખતે આ બળવાખોર વલણ પાર્ટીના કોઈ જૂથ કે કોઈ નાના નેતા દ્વારા નહીં પરંતુ કેરળના લોકપ્રિય ચહેરા અને તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી સતત ચાર વખત સાંસદ રહેલા શશિ થરૂર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેરળ કોંગ્રેસ અને થરૂર વચ્ચેનો તણાવ ખુલ્લેઆમ બહાર આવ્યો છે. કારણ કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાજ્યમાં LDF સરકાર અને કેન્દ્રમાં NDA સરકાર વિશે સકારાત્મક નિવેદનો આપ્યા છે.

23 ફેબ્રુઆરીએ થરૂરે કહ્યું હતું કે પીએમ મોદીની યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતના કેટલાક મહત્વપૂર્ણ પરિણામો દેશના લોકો માટે સારા છે. મને લાગે છે કે આમાં કંઈક સકારાત્મક સિદ્ધિ મળી છે, એક ભારતીય તરીકે હું તેની પ્રશંસા કરું છું. આ બાબતમાં મેં ફક્ત રાષ્ટ્રીય હિતમાં વાત કરી છે. જોકે તેમના નિવેદનોએ કોંગ્રેસમાં જ વિવાદ ઉભો કર્યો હતો. કેરળ કોંગ્રેસે તેના મુખપત્ર વીક્ષણમ ડેઇલી દ્વારા થરૂરને ઘેર્યા અને LDFની આર્થિક નીતિઓ અને પીએમ મોદીની યુએસ મુલાકાતની પ્રશંસા કરવા બદલ તેમની ટીકા કરી હતી. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે તેને થરૂરનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું.

આ પહેલા ફેબ્રુઆરીએ તેમણે કહ્યું હતું કે જ્ઞાની હોવું ક્યારેક મૂર્ખતા કહેવાય છે. તેમણે અંગ્રેજી કવિ થોમસ ગ્રેની કવિતા ‘ઓડ ઓન અ ડિસ્ટન્ટ પ્રોસ્પેક્ટ ઓફ ઇટન કોલેજ’ માંથી એક વાક્ય શેર કર્યું અને લખ્યું – ‘જ્યાં માણસોને અજ્ઞાનમાં સુખ મળે છે ત્યાં શાણપણ બતાવવી મૂર્ખતા છે. થરૂરે 18 ફેબ્રુઆરી કહ્યું હતું કે મને સંસદમાં મહત્વપૂર્ણ ચર્ચાઓમાં બોલવાની તક મળતી નથી. પાર્ટીમાં મારી અવગણના થઈ રહી છે. હું પાર્ટીમાં મારા સ્થાન વિશે મૂંઝવણમાં છું. રાહુલ ગાંધીએ મારી ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ.

Most Popular

To Top