નવી દિલ્હી: છેલ્લાં કેટલાય સમયથી શેર બજાર (share market) નીચે જોવા મળી રહ્યું હતું. જેના કારણે રોકાણકારોમાં (Investors) પણ નિરાશાનો મહોલ જોવા મળી રહ્યો હતો. બુધવવારના રોજ નાણામંત્રી વર્ષ 2023નું બજેટ રજૂ કરવાના હોય રોકાણકારોની નજર પર શેરબજાની સ્ક્રીન ઉપર ટકેલી હતી. જણાવી દઈએ કે બુઘવારની સવારના રોજ શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. લોકો બજેટથી ઘણી આશા લગાવીને બેઠા છે. સેંસેકસ તેમજ નિફટી બંનેમાં આજરોજ બજેટના દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેંસેકસમાં હાલ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. 60735 પાર સેન્સેકસ ગયું છે. જ્યારે નિફટી પણ 17955ને પાર ગયું હતું. અમૃતકાળના બજેટ સાથે શેર બજારમાં પણ અમૃત્સવ જોવા મળ્યો હતો. રોકાણકારોમાં આનંદ છવાયો છે.
જાણકારી મુજબ ઐતિહાસિક બજેટની પેટર્ન દ્વારા એ વાતની જાણ થાય છે કે જે દિવસે કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે શેરોમાં ધટાડો થયો છે. મોદી સરકારનું વર્ષ 2023નું બજેટ શેર બજાર ઉપર કેવી અસર કરશે તેતો થોડાં સમયમાં જાણ થશે.
છેલ્લાં 6 વર્ષોમાં બજેટના કારણે શેરબજારની સ્થિતિ કેવી હતી
જો વર્ષ 2022ની 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે બજેટ રજૂ કરવામા આવ્યું હતું તે સમયે શેરબજારમાં ભૂચાલ આવી ગયો ગતો. એક સર્વે પરથી જાણ મળી છે કે છેલ્લાં 6 વર્ષમાં રજૂ થયેલા બજેટમાં 3 વારના બજેટમાં શેરમાં રોકાણકનારા નિરાશ થયા હતાં. આ અગાઉ 1 ફેબ્રુઆરી 2017ના રોજ સેન્સેકસ 27669ના સ્તરે ખુલ્યો હતો તેમજ દિવસના અંતે 28141 પર આવીને બંધ થયો હતો. 2016ની વાત કરીએ તો બજેટના દિવસે સેન્સેકસ 157 પોઈંટ ધટીને 24824 પર બંધ થયો હતો. આમ તો બજેટના દિવસે સૌની નજર શું ઉથલ પાથલ થઈ રહેલી છે તેમદ જે તે ક્ષેત્રે શું લાભ મળી રહ્યાં છે તેમજ તેમાં શું ફેરફાર આવી રહ્યાં છે તેની ઉપર ટકેલી હોય છે. મોટભાગે રોકાણકારો બજેટ પછી જ પોતાનો નિર્ણય લે છે તેમજ જે તે શેરમાં રોકાણ કરે છે.
છેલ્લાં 7 વર્ષમાં બજેટ પછી આ શેરોમાં જબરો ઉછાળો થયો હતો
જો આપણે છેલ્લા 7 વર્ષમાં મહત્તમ એક્શન દર્શાવનારા શેરો પર નજર કરીએ તો ICICI બેંક અને SBI સૌથી આગળ છે. માત્ર 2021માં SBIનો હિસ્સો 10-15% વધ્યો હતો. 2022 સિવાય એસબીઆઈના વળતરને જોતા, તેણે દર વખતે 2% કરતા વધુ વળતર આપ્યું છે. આ સિવાય ICICI બેંકના શેરે 2018 સિવાય દર વખતે 2.5% થી વધુ નફો આપ્યો છે.