સુરત: નવરાત્રીનું આ વર્ષ શારદીય (Shardiya) નવરાત્રી (Navratri) તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે આજે આઠમો દિવસ (Eighth Day) એટલે કે આઠમનો તો ખુબ મહિમા હોઈ છે. સુરત શહેરના 400 વર્ષ જુના ચૌટાપુલ ખાતેના અંબાજી મંદિર પાર્લે પોઇન્ટ વિસ્તારના અંબિકા નીકેતન અને માતાજીના બીજા અનેક મંદિરોમાં આઠમના દિવસે માં ના દર્શન કરવા માટે ભારે ભીડ (Heavy Crowd) જામી હતી. માતાજીની એક ઝલકના દર્શન માત્ર કરવા માટે વહેલા પરોઢિયેથી ભક્તો માતાના દરબારમાં ઉમટી પડ્યા હતા. કેટ કેટલાય ભક્તો દૂર સુદૂરના વિસ્તારોમાંથી પગપાળા માતાના દરબાર સુધી પહોંચ્યા હતા.માં ભગવતીના નવ રૂપો પૈકી આઠમા દિવસે આઠમના સ્વરૂપનો મહિમા કહેવામાં આવ્યો છે.
- મહાગૌરીનો અર્થ સૌંદર્યથી ભરપૂર એવો થાય છે
- પ્રકૃતિના બે કિનારા પૈકી એક માં કાલરાત્રી જે અતિ ભયાવહ છે
- બીજુ જે અતિ સૌંદયમાન,દેદીપ્યમાન અને શાંત છે પૂર્ણ કરુણામયિ છે
આઠમના દિવસનો વિશેષ મહિમા હોઈ છે
આઠમના દિવસનો મહિમા માં મહાગૌરીનો હોઈ છે. આ દિવસે માતાના નવ સ્વરૂપો પૈકી દેવી મનુ આઠમું સ્વરૂપ માં મહાગૌરી છે. જે ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવતી હોઈ છે. મહાગૌરીનો અર્થનો પણ વિશેષ મહિમા છે. મહાગૌરીનો અર્થ સૌંદર્યથી ભરપૂર એવો થાય છે. જે પ્રકાશમાન છે અને પૂર્ણ રૂપથી સૌંદર્યમાં ડૂબેલો હોવું પણ થાય છે. પ્રકૃતિના બે કિનારા પૈકી એક માં કાલરાત્રી જે અતિ ભયાવહ છે જે પ્રલયકાલની શાન છે અને બીજુ જે અતિ સૌંદયમાન,દેદીપ્યમાન અને શાંત છે પૂર્ણ કરુણામયિ અને બધાને આશીર્વાદ આપે છે આ એ રૂપ છે જે સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ રૂપમાં દર્શન કરવાથી ભક્તોમાં પણ અતિ ધન્યતાની અનુભૂતિ આપોઆપ થઇ જાય છે તે જ આઠમના દિવશનો મહિમા દર્શાવે છે.
પગપાળા ભક્તો દૂર-સુદૂરથી દર્શાનર્થે ઉમટી પડતા હોઈ છે
વહેલી સવારથી ભક્તોનો ગણ દૂર-દૂરથી શ્રદ્ધા લઇને માતાના દરબાર સુધી પહોંચી જતા હોઈ છે.જેને લઇને માના મંદિરોમાં ખુબ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળતી હોઈ છે.ભારે ભીડ બાદ કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ભક્તોને દર્શનનો લ્હાવો પ્રાપ્ત થતો હોઈ છે.ઉલ્લખનીય છે કે,પાછલા બે વર્ષ દરમ્યાન વૈશ્વિક કોરોના મહામારીનો કાળ ચાલતો હોવાથી નવરાત્રી દરમયાન ભક્તોને દર્શનનો લ્હાવો મળ્યો જ ન હતો જયારે આ વર્ષે કોરોનાની સ્થિત કાબુમાં હોવાને લઇને બે ઘણી ભીડ મંદિરોમાં જોવા મળી હતી અને એમાં પણ માતાના દરબારમાં તો આ વર્ષે જાણે ભક્તોના ઘોડાપુર રીતસરના ઉમટ્યા હોઈ તેવો માહોલ સર્જાયો હતો.