શરદ પવાર હંમેશા મરાઠાઓના એક શકિતશાળી નેતા રહ્યા છે અને પોતાના અનુયાયીઓમાં વફાદારી જગાવનાર મહારાષ્ટ્રના એક સૌથી ઊંચા નેતા રહ્યા છે. તેઓ સમગ્ર પટ પર પોતાની રીતની નેતાગીરીથી આશ્ચર્ય અને પ્રશંસા જગાવતા રહ્યા છે અને તેમના કેટલાક નેતાઓને પણ તેમની શકિતઓ અને નાણાંકીય પીઠબળ માટે આશ્ચર્ય થાય છે. આમ છતાં છેલ્લા થોડા દિવસોમાં કેન્દ્રીય તપાસ કાયદા સંસ્થાઓ દ્વારા અપ્રમાણસરની અસ્ક્યામતો, બેનામી સંપત્તિ તેમ જ કાળાં નાણાં ધોળા કરવાને લગતી કામગીરીને પગલે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના તેમના સાથીઓ અને પ્રધાનોને સહેવી પડેલી મુશ્કેલીઓને કારણે પવાર માટે કઠીન સમય આવ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, આવક વેરા ખાતું અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન સહિતની કેન્દ્રની તપાસની સંસ્થાઓ દ્વારા મહાવિકાસ અઘાડીના કમમાં કમ 14 નેતાઓ સામે તપાસ થાય છે. આમાંના ઘણા નેતાઓ શરદ પવારના નિકટવર્તી છે. આમાંના બે નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખની તો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ધરપકડ પણ કરી હતી. 2019 ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને હરાવી નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ અને શિવસેના તેમજ કોંગ્રેસ જેવા કજોડા પક્ષોએ ગઠબંધન સરકાર બનાવી પછીથી મોટા ભાગની તપાસ શરૂ થઇ હતી. આનું કારણ એ છે કે ચૂંટણીનાં પરિણામ એવાં આવ્યાં કે ભારતીય જનતા પક્ષના ચૂંટણી પૂર્વેના સાથી શિવસેનાએ મુખ્ય પ્રધાનપદ માટે હઠ કરી અને પછી સાથી ભારતીય જનતા પક્ષ સાથે છેડો ફાડયો હતો.
આ પહેલાં શરદ પવાર અને ભારતીય જનતા પક્ષે પરસ્પર સમજૂતી કરવાની કોશિશ કરી પણ પછીથી ભારતીય જનતા પક્ષે અજીત પવારની મદદથી નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષને તોડવાની નિષ્ફળ કોશિશ કરી હતી. આમ છતાં દેવેન્દ્ર ફડણવીસ-અજીત પવાર સરકાર વહેલી સવારના શપથવિધિ પછી 30 કલાક જ ટકી હતી કારણ કે અજીત પવાર નેશનાલિસ્ટ કોંગ્રેસના પૂરતી સંખ્યામાં ધારાસભ્યોનો પવારને હરાવી ભારતીય જનતા પક્ષ જવા માટે ટેકો નહીં મેળવી શકયા. આ ઘટનાથી ભારતીય જનતાપક્ષની મહારાષ્ટ્રની અને કેન્દ્રની નેતાગીરીને ચચરી ઊઠયું કારણ કે આ બાજુમાં જીત સેનાની થઇ હતી. ઉધ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા અને પદની બહાર રહીને રીમોટ કોંગ્રેસથી કારભાર ચલાવવાની પોતાના પિતાની નીતિનો અંત આણ્યો હતો. પરિણામે ઉદ્ધવ ઠાકરે અને ભારતીય જનતા પક્ષે એક બીજાનાં લૂગડાં ખેંચવા માંડયાં હતાં. બાકી હતું તેમ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી વિરોધાભાસી અને સેના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેના સંબંધોના ઘૂઘવાટમાં લીંબુ નીચોવાઇ ગયું હોવાથી પવારની વધી. ઉદ્ધવ ઠાકરેની કામ કરવાની શૈલીએ પણ કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષમાં સવાલ પેદા કર્યા અને ત્રેવડ ભેખડે ભેરવાયું.
તા. 8 મી એપ્રિલે સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ પવારના ઘર સામે ઓચિંતા દેખાવો કર્યા અને પથ્થરમારો પણ કર્યો. દેખાવકારો 100 ની આસપાસ હશે. પવાર ઘરમાં બેસી રહ્યા અને તેમની દીકરી અને લોકસભાની સભ્ય સુપ્રિયા સૂળેએ દેખાવકારો સાથે વાતચીત કરવાની કોશિશ કરી. 2021 ના નવેમ્બરથી વિરોધ કરી રહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટના કામદારોએ પહેલી વાર પવાર પર કંઇ નહીં કરવાનો આક્ષેપ કર્યો. ગઠબંધન સરકારમાં આનાથી વિવાદનાં વમળ સર્જાયાં. ઉદ્ધવ ઠાકરે રાતાપીળા થઇ ગયા અને અજીત પવારે કહ્યું કે જાસૂસી તંત્રની આ નિષ્ફળતા છે. વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ મુંબઇ પોલીસની નિષ્ફળતા બદલ તપાસની માગણી કરી. ગૃહ પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના દિલીપ વાલ્સે પાટિલે પોલીસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા અને 100 થી વધુ માણસોની ધરપકડ કરી. 90000 થી વધુ કર્મચારીઓના પગાર મહામારીમાં 3 મહિના સ્થગિત કરવામાં આવ્યા. આંદોલનકારીઓની મુખ્ય માગણીઓ એ છે કે કડકાબાલૂસ થઇ ગયેલા કોર્પોરેશનને સરકારે સંપૂર્ણ હસ્તગત કરી લેવા જોઇએ. રાજયમાં 250 થી વધુ બસ ડેપો આંદોલનને કારણે બંધ થઇ ગયા છે અને જાહેર પરિવહનમાં મોટું ભંગાણ પડયું છે. પૈસા સંબંધ તનાવથી મરણ પામેલા પોતાના 120 સાથીઓ પાછળ પણ આંદોલનકારીઓ પોતાનો શોક વ્યકત કરી રહ્યા છે.
રાજયના પરિવહન પ્રધાન અનિલ પરબે તા. 25 મી નવેમ્બરે કર્મચારીઓના પગારમાં 41 ટકા વધારો જાહેર કર્યો હોવા છતાં સરકારે 12000 થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આ બાબત હાઇકોર્ટમાં લઇ ગયું અને હાઇકોર્ટે કર્મચારીઓને તા. 22 મી એપ્રિલથી ફરી કામે ચડી જવાનો આદેશ આપ્યો. પવારે મોદીના કાર્યાલયમાં 25 મિનિટ બેઠક કરી તેના બે દિવસ પછી પવારના ઘર પર ગુસ્સે થયા. પવારે ખુલાસો કર્યો કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના નેતાઓ અને સેનાના સંસદ સભ્ય સંજય રાઉતના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડા સંબંધી વાતચીત કરવા હું ગયો હતો. હકીકતમાં 2019 ના નવેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારની રચનામાં મડાગાંઠ પડી હતી તેના અનુસંધાનમાં મોદીને મળવા પવાર ગયા હતા તે આ બેઠક હતી. પવાર ત્રણ વર્ષ પછી પાછા વધુ ગંભીર મુશ્કેલીમાં છે. પવારને હવે ખબર પડે છે કે આઘાડી સાથે ગઠબંધનની મોટી મુશ્કેલી છે. સામનાના તંત્રી રાઉત સામેના આકરા પગલાથી પવાર દુ:ખી થઇ ગયા છે. નવાબ મલિક અને દેશમુખની ધરપકડથી પવાર ગબડી પડયા છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શરદ પવાર હંમેશા મરાઠાઓના એક શકિતશાળી નેતા રહ્યા છે અને પોતાના અનુયાયીઓમાં વફાદારી જગાવનાર મહારાષ્ટ્રના એક સૌથી ઊંચા નેતા રહ્યા છે. તેઓ સમગ્ર પટ પર પોતાની રીતની નેતાગીરીથી આશ્ચર્ય અને પ્રશંસા જગાવતા રહ્યા છે અને તેમના કેટલાક નેતાઓને પણ તેમની શકિતઓ અને નાણાંકીય પીઠબળ માટે આશ્ચર્ય થાય છે. આમ છતાં છેલ્લા થોડા દિવસોમાં કેન્દ્રીય તપાસ કાયદા સંસ્થાઓ દ્વારા અપ્રમાણસરની અસ્ક્યામતો, બેનામી સંપત્તિ તેમ જ કાળાં નાણાં ધોળા કરવાને લગતી કામગીરીને પગલે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના તેમના સાથીઓ અને પ્રધાનોને સહેવી પડેલી મુશ્કેલીઓને કારણે પવાર માટે કઠીન સમય આવ્યો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, આવક વેરા ખાતું અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન સહિતની કેન્દ્રની તપાસની સંસ્થાઓ દ્વારા મહાવિકાસ અઘાડીના કમમાં કમ 14 નેતાઓ સામે તપાસ થાય છે. આમાંના ઘણા નેતાઓ શરદ પવારના નિકટવર્તી છે. આમાંના બે નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખની તો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ધરપકડ પણ કરી હતી. 2019 ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને હરાવી નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ અને શિવસેના તેમજ કોંગ્રેસ જેવા કજોડા પક્ષોએ ગઠબંધન સરકાર બનાવી પછીથી મોટા ભાગની તપાસ શરૂ થઇ હતી. આનું કારણ એ છે કે ચૂંટણીનાં પરિણામ એવાં આવ્યાં કે ભારતીય જનતા પક્ષના ચૂંટણી પૂર્વેના સાથી શિવસેનાએ મુખ્ય પ્રધાનપદ માટે હઠ કરી અને પછી સાથી ભારતીય જનતા પક્ષ સાથે છેડો ફાડયો હતો.
આ પહેલાં શરદ પવાર અને ભારતીય જનતા પક્ષે પરસ્પર સમજૂતી કરવાની કોશિશ કરી પણ પછીથી ભારતીય જનતા પક્ષે અજીત પવારની મદદથી નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષને તોડવાની નિષ્ફળ કોશિશ કરી હતી. આમ છતાં દેવેન્દ્ર ફડણવીસ-અજીત પવાર સરકાર વહેલી સવારના શપથવિધિ પછી 30 કલાક જ ટકી હતી કારણ કે અજીત પવાર નેશનાલિસ્ટ કોંગ્રેસના પૂરતી સંખ્યામાં ધારાસભ્યોનો પવારને હરાવી ભારતીય જનતા પક્ષ જવા માટે ટેકો નહીં મેળવી શકયા. આ ઘટનાથી ભારતીય જનતાપક્ષની મહારાષ્ટ્રની અને કેન્દ્રની નેતાગીરીને ચચરી ઊઠયું કારણ કે આ બાજુમાં જીત સેનાની થઇ હતી. ઉધ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા અને પદની બહાર રહીને રીમોટ કોંગ્રેસથી કારભાર ચલાવવાની પોતાના પિતાની નીતિનો અંત આણ્યો હતો. પરિણામે ઉદ્ધવ ઠાકરે અને ભારતીય જનતા પક્ષે એક બીજાનાં લૂગડાં ખેંચવા માંડયાં હતાં. બાકી હતું તેમ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી વિરોધાભાસી અને સેના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેના સંબંધોના ઘૂઘવાટમાં લીંબુ નીચોવાઇ ગયું હોવાથી પવારની વધી. ઉદ્ધવ ઠાકરેની કામ કરવાની શૈલીએ પણ કોંગ્રેસ અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષમાં સવાલ પેદા કર્યા અને ત્રેવડ ભેખડે ભેરવાયું.
તા. 8 મી એપ્રિલે સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓએ પવારના ઘર સામે ઓચિંતા દેખાવો કર્યા અને પથ્થરમારો પણ કર્યો. દેખાવકારો 100 ની આસપાસ હશે. પવાર ઘરમાં બેસી રહ્યા અને તેમની દીકરી અને લોકસભાની સભ્ય સુપ્રિયા સૂળેએ દેખાવકારો સાથે વાતચીત કરવાની કોશિશ કરી. 2021 ના નવેમ્બરથી વિરોધ કરી રહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટના કામદારોએ પહેલી વાર પવાર પર કંઇ નહીં કરવાનો આક્ષેપ કર્યો. ગઠબંધન સરકારમાં આનાથી વિવાદનાં વમળ સર્જાયાં. ઉદ્ધવ ઠાકરે રાતાપીળા થઇ ગયા અને અજીત પવારે કહ્યું કે જાસૂસી તંત્રની આ નિષ્ફળતા છે. વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ મુંબઇ પોલીસની નિષ્ફળતા બદલ તપાસની માગણી કરી. ગૃહ પ્રધાન અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના દિલીપ વાલ્સે પાટિલે પોલીસ અધિકારીઓની બદલીના હુકમ કર્યા અને 100 થી વધુ માણસોની ધરપકડ કરી. 90000 થી વધુ કર્મચારીઓના પગાર મહામારીમાં 3 મહિના સ્થગિત કરવામાં આવ્યા. આંદોલનકારીઓની મુખ્ય માગણીઓ એ છે કે કડકાબાલૂસ થઇ ગયેલા કોર્પોરેશનને સરકારે સંપૂર્ણ હસ્તગત કરી લેવા જોઇએ. રાજયમાં 250 થી વધુ બસ ડેપો આંદોલનને કારણે બંધ થઇ ગયા છે અને જાહેર પરિવહનમાં મોટું ભંગાણ પડયું છે. પૈસા સંબંધ તનાવથી મરણ પામેલા પોતાના 120 સાથીઓ પાછળ પણ આંદોલનકારીઓ પોતાનો શોક વ્યકત કરી રહ્યા છે.
રાજયના પરિવહન પ્રધાન અનિલ પરબે તા. 25 મી નવેમ્બરે કર્મચારીઓના પગારમાં 41 ટકા વધારો જાહેર કર્યો હોવા છતાં સરકારે 12000 થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આ બાબત હાઇકોર્ટમાં લઇ ગયું અને હાઇકોર્ટે કર્મચારીઓને તા. 22 મી એપ્રિલથી ફરી કામે ચડી જવાનો આદેશ આપ્યો. પવારે મોદીના કાર્યાલયમાં 25 મિનિટ બેઠક કરી તેના બે દિવસ પછી પવારના ઘર પર ગુસ્સે થયા. પવારે ખુલાસો કર્યો કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના નેતાઓ અને સેનાના સંસદ સભ્ય સંજય રાઉતના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડા સંબંધી વાતચીત કરવા હું ગયો હતો. હકીકતમાં 2019 ના નવેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારની રચનામાં મડાગાંઠ પડી હતી તેના અનુસંધાનમાં મોદીને મળવા પવાર ગયા હતા તે આ બેઠક હતી. પવાર ત્રણ વર્ષ પછી પાછા વધુ ગંભીર મુશ્કેલીમાં છે. પવારને હવે ખબર પડે છે કે આઘાડી સાથે ગઠબંધનની મોટી મુશ્કેલી છે. સામનાના તંત્રી રાઉત સામેના આકરા પગલાથી પવાર દુ:ખી થઇ ગયા છે. નવાબ મલિક અને દેશમુખની ધરપકડથી પવાર ગબડી પડયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.