ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી કાગળ પર ચાલે છે. કોઈ પણ સત્તાધારી પક્ષ ગાંધીજીને આગળ કરીને દારૂબંધીના હિમાયતી કરતા. પણ રોજબરોજ સમાચાર હોય જેમાં દારૂ, ડ્રગ, અફીણ પકડાયું હોય. ગુજરાતની વધતી જનસંખ્યાને આધારે દરરોજની ઘટના જોતા દારૂબંધી કહેવું ગુજરાત માટે હાસ્યસ્પદ લાગે છે. પૂર્વ મુખ્યમંત્રીએ જે મીડિયામાં સ્પષ્ટતા કરી છે. તેના પર ખરેખર ગહન વિચાર કરીને કયા પ્રકારનો દારૂ ગુજરાતમાં વેચાણ થઈ શકે તેની સ્પષ્ટતા કરીને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર રૂપે પોલીસ અધિકારીઓના ખાતામાં જતા પૈસા સીધા જ સરકારના ખાતામાં જમા થશે.
રેવન્યુ રેકોર્ડ મજબૂત થશે. હપ્તા ખોરી બંધ થશે. 31 ડિસેમ્બર જેવા દિવસોએ ગુજરાતની જનતા દારૂની ચર્ચા પડતી મૂકાશે. ગુજરાતની સમજદાર થઈ ગઈ છે. આખા ભારતમાં દારૂબંધી નથી એટલે ગુજરાતમાં 24, કલાક રખેવાડી કરવામાં આવશે તો પણ દારૂ ગુજરાતમાંથી જવાનો નથી. વીઆઈપી લોકો માટે પરમિશનથી ખુલ્લેઆમ દારૂ પી શકાય. તો સામાન્ય વર્ગ માટે આ નિયમ લાગુ કેમ નથી. ગામડાનો વ્યક્તિ પણ આજે આ વાંચી રહ્યો છે. તો સરકારને બેવડા નીતિથી કેમ ન માહિતગાર હોય. દારૂબંધીના નારા લગાવવાનું હવે બંધ કરો અને ગુજરાતનું દેવું પણ સારું એવું ભરપાઈ થાય તે માટે પણ વિચારીને દારૂબંધી હટાવી લેવી જોઈએ.
તાપી – હરીશકુમાર ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.