સ્વતંત્ર ભારતનો ઇતિહાસ અગ્રણી રાજકારણીઓના હિંસક મૃત્યુની ઘટનાઓથી ભરેલો છે. ઇન્દિરા ગાંધીની હત્યા તેમની સાઠ વર્ષની ઉંમરના અંતમાં થઈ હતી. રાજીવ ગાંધીની 40 વર્ષની વયની મધ્યમાં અને પ્રમોદ મહાજનની પચાસ વર્ષની ઉંમરની મધ્યમાં. હવે એવાં લોકોનાં નામ ઉમેરો, જેમના જીવન વિમાન અથવા માર્ગ અકસ્માતોમાં અધવચ્ચે જ ખતમ થઈ ગયાં—સંજય ગાંધી, રાજેશ પાઇલટ, માધવરાવ સિંધિયા, વાય. એસ. રાજશેખર રેડ્ડી. જો તેઓ બીજાં વીસ વર્ષ જીવ્યા હોત તો તેમની કારકિર્દી કેવો વળાંક લેત? મારા મતે, અસાધારણ વિચારક અને ટ્રેડ યુનિયન નેતા શંકર ગુહા નિયોગીનું અકાળ મૃત્યુ કદાચ અગાઉના ફકરામાં ઉલ્લેખિત રાજકારણીઓનાં મૃત્યુ કરતાં ભારતને વધુ નુકસાન પહોંચાડી ગયું છે.
તેણે ભારતમાં નાગરિક સમાજના આંદોલનને એવો ફટકો આપ્યો, જેમાંથી તે કદાચ હજી સુધી બહાર આવી શક્યું નથી. ગુહા નિયોગીની હત્યા 1991માં થઈ હતી, જ્યારે તેઓ હજી તેમના ચાલીસ વર્ષના હતા. મૂડીવાદીઓના ભાડૂતી ગુંડાઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી, જેઓ કામદારોને આત્મસન્માન અને તેઓ આ દેશનાં સમાન નાગરિકો હોઈ શકે છે તેવો વિશ્વાસ આપવા બદલ તેમને નફરત કરતા હતા.
મેં અગાઉ અહીં ગુહા નિયોગી વિશે એક કિસ્સા આધારિત લેખ લખ્યો હતો (જુઓ: https://www.telegraphindia.com/opinion/shankar-guha-niyogi-marxist-ambedkarite-gandhian/cid/1704731), મારે હવે તેમના વિશે ફરીથી લખવું જોઈએ અને તે પણ વધુ વિશ્લેષણાત્મક શૈલીમાં. આ એટલા માટે કારણ કે સમાજશાસ્ત્રી રાધિકા ક્રિષ્નને તાજેતરમાં એક ઉત્તમ પુસ્તક પ્રકાશિત કર્યું છે કે, તેમના જીવન અને કાર્યનો એક સમયે શું અર્થ હતો અને આજે પણ શું હોઈ શકે છે. ‘શંકર ગુહા નિયોગી: એ પોલિટિક્સ ઇન રેડ એન્ડ ગ્રીન’ શીર્ષક ધરાવતું આ પુસ્તક વ્યક્તિગત મુલાકાતો તેમજ હિન્દીમાં ઉપલબ્ધ દુર્લભ સ્રોતો પર આધારિત છે.
1943માં બંગાળી પરિવારમાં જન્મેલા ગુહા નિયોગી ઓગણીસ વર્ષની ઉંમરે ભારતના આધુનિકતાના માર્ગના પ્રતીક સમાન ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં કામ કરવા આવ્યા હતા. ટૂંક સમયમાં જ સક્રિય રહેવા માટે પગારદાર નોકરી છોડી દીધી. તેમણે એક આદિવાસી મહિલા સાથે લગ્ન કર્યાં અને ખાણ કામદારોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. તેઓ પર્યાવરણીય ન્યાયના મુદ્દાઓમાં પણ રસ લેતા થયા અને રાજ્યની પાણી અને જંગલ નીતિઓને માત્ર વ્યાપારી અને ઔદ્યોગિક હિતોને બદલે સ્થાનિક ખેડૂત અને આદિવાસી સમુદાયોની જરૂરિયાતો પ્રત્યે વધુ પ્રભાવશીલ બનાવવાનો પ્રયાસ કર્યો.
1977માં ગુહા નિયોગીએ છત્તીસગઢ માઇન્સ શ્રમિક સંઘ (CMSS) સ્થાપવામાં મદદ કરી, જેનું નામ જ ખાણ કામદારોના અધિકારો સાથેની તેની પ્રાથમિક ચિંતા સૂચવે છે. બે વર્ષ પછી તેમણે વધુ વ્યાપક સંગઠન, છત્તીસગઢ મુક્તિ મોરચા (CMM)ની રચનામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. ટ્રેડ યુનિયન CMSS ઉપરાંત, CMMની એક મહિલા પાંખ, એક યુવા પાંખ અને એક સાંસ્કૃતિક પાંખ હતી. તેણે ખાણ કામદારો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી એક અગ્રણી હોસ્પિટલ પણ ચલાવવાનું શરૂ કર્યું.
ત્યારથી લઈને ગુહા નિયોગીની હત્યા સુધી CMM અને CMSSએ કામદારોના અધિકારો, સામાજિક સુધારણા અને પર્યાવરણીય ટકાઉપણું માટે અથાક કામ કર્યું. આદર્શવાદી મધ્યમ વર્ગનાં ભારતીય યુવાનોનો એક પ્રવાહ આરામદાયક વ્યાવસાયિક કારકિર્દીની સંભાવનાઓ છોડીને નિયોગી સાથે જોડાવા અને તેમનાં સંગઠનો સાથે કામ કરવા આવ્યો. જેમાં વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના સ્નાતક બિનાયક સેન અને પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી), કાનપુરના સ્નાતક સુધા ભારદ્વાજ જેવાં જાણીતાં નામોનો સમાવેશ થાય છે.
ખાસ વાત એ છે કે, ગુહા નિયોગી અને CMM વ્યાજબી વેતન, કામ કરવાની યોગ્ય પરિસ્થિતિઓ, પર્યાપ્ત રજા અને પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ જેવા પરંપરાગત ટ્રેડ યુનિયનના મુદ્દાઓથી ઘણા આગળ વધ્યા હતા. જો કે, તેમણે એ વાતની ખાતરી કરી હતી કે આ બાબતોનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવે. એક મુખ્ય ચિંતા વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સુરક્ષાની હતી. સંગઠને સામાજિક રીતે જાગૃત વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદ લઈને કાર્યસ્થળ પર પ્રદૂષણ અને સુરક્ષાના માપદંડો માપવા માટે એક પ્રયોગશાળા સ્થાપી હતી.
જો કે, ગુહા નિયોગી એક અત્યંત મૌલિક વિચારક હતા, પરંતુ તેમના જીવનની પરિસ્થિતિઓનો અર્થ એ હતો કે તેમને કાગળ પર લખવા માટે ભાગ્યે જ સમય મળતો. તેમણે લખેલા થોડાં લાંબાં લખાણોમાંનું એક ‘હમારા પર્યાવરણ’ (આપણું પર્યાવરણ) હતું. રજની બક્ષી દ્વારા હિન્દીમાંથી તેનું સંવેદનશીલ ભાષાંતર કરવામાં આવ્યું છે. અહીં તેનો અંશ છે: ‘‘આપણને આ હવાને નષ્ટ કરવાનો કોઈ અધિકાર નથી જેમાં આપણા પૂર્વજોએ શ્વાસ લીધો હતો અને તે સ્ફટિક જેવું સ્વચ્છ પાણી કે જેનાથી તેમણે તરસ છીપાવી હતી. આ નદી, આ હવા, આ પર્વત, આ જંગલ, આ કલરવ કરતાં પક્ષીઓ—આ આપણી ભૂમિ છે. આપણે આપણી દુનિયાને આગળ વધારવા માટે વિજ્ઞાનની મદદ લઈશું, પરંતુ આપણે એ પણ સુનિશ્ચિત કરીશું કે નદીઓ સ્વચ્છ રહે અને મુક્તપણે વહેતી રહે અને શુદ્ધ તાજી હવા મળે. આપણે હંમેશાં પક્ષીઓના મધુર અવાજ સાંભળવાની જરૂર પડશે જેણે આપણા પૂર્વજોને પ્રકૃતિ સાથે એકાકાર રાખ્યા હતા.’’
તેમના પુસ્તકમાં, ક્રિષ્ન આપણને જણાવે છે કે, CMMના નીતિવિષયક દસ્તાવેજોમાં અસાધારણ નફો મેળવવા ઇચ્છતા મોટા ઉદ્યોગો દ્વારા જળ અને વાયુ પ્રદૂષણ, જમીનનું ધોવાણ અને પ્રાકૃતિક સંસાધનોના અતિશય શોષણને કારણે માનવજીવન અને આજીવિકાને થતા નુકસાન પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. આ પર્યાવરણીય દુરુપયોગ સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની ફેક્ટરીઓએ અવગણ્યો, જેના પરિણામે ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને બાળકોએ તેની કિંમત ચૂકવવી પડી હતી.
ગુહા નિયોગીની હત્યા ત્રીસ વર્ષ પહેલાં થઈ હતી. તેમ છતાં, ઓછામાં ઓછી પાંચ મુખ્ય રીતે તેમનું જીવન અને કાર્ય આજના ભારતમાં પણ પ્રસ્તુત છે: પ્રથમ, તે અસંગઠિત શ્રમિકોની અત્યંત દયનીય હાલત પર પ્રકાશ પાડે છે. બીજું, તે લોકશાહીને ટકાવી રાખવા માટે સ્વતંત્ર નાગરિક સમાજ સંગઠનોની મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂકે છે. ભારતમાં આજે આવાં સંગઠનોની ખૂબ જરૂરિયાત અનુભવાય છે, જ્યારે ભાજપ એવાં નાગરિક સમાજ જૂથોને ડરાવે છે અને હેરાન કરે છે જે તેમની પોતાની હિન્દુત્વની વિચારધારા સાથે સુસંગત નથી.
ત્રીજું, તે વિકાસ પ્રક્રિયામાં પર્યાવરણીય ટકાઉપણું સંકલિત કરવાના મહત્ત્વને દર્શાવે છે. આપણાં શહેરોમાં ભયજનક વાયુ પ્રદૂષણ, ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો અને નદીઓનું પ્રદૂષણ, સત્તાધારી રાજકારણીઓની નજીકની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માઇનિંગ કોર્પોરેશનો દ્વારા હિમાલય, પશ્ચિમ ઘાટ અને અરવલ્લી પર કરવામાં આવતા ભયંકર હુમલાઓ—આ બધું બતાવે છે કે શંકર ગુહા નિયોગી (અને ચંડીપ્રસાદ ભટ્ટ પણ)ની ચેતવણીઓને અવગણવી વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે કેટલી મોંઘી સાબિત થઈ રહી છે.
ચોથું, ગુહા નિયોગીનું કાર્ય છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ જેવા નાના, સંસાધન-સમૃદ્ધ રાજ્યો માટે વધુ અર્થપૂર્ણ, એટલે કે ઓછું શોષણકારી અને ઓછું વિનાશક વિકાસ મોડેલ માટેનો માર્ગ પ્રદાન કરે છે. પાંચમું, તે આપણને ‘નવીનતમ’ તક્નિકોની લાંબા ગાળાની અસરો વિશે અતિશય આશાવાદી ન રહેવાની ચેતવણી આપે છે. ઓટોમેશન અને એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) લાખો ભારતીયોને બેરોજગાર બનાવી શકે છે.
ગુહા નિયોગી, સિલિકોન વેલી કે બેંગલુરુના પ્રોત્સાહકો કરતાં વધુ સારી રીતે સમજતા હતા કે નવી તક્નિકો, એક તરફ ખાનગી કંપનીઓ માટે ઉત્પાદકતા અને નફો વધારી શકે છે તો બીજી તરફ સમાજ અને પ્રકૃતિ માટે જોખમી રીતે વિભાજનકારી અને હાનિકારક અસરો પણ લાવી શકે છે. આ લેખ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રકાશિત થઈ રહ્યો છે. આ સમયગાળો આકસ્મિક નથી. કારણ કે આપણા ગણતંત્રના ઇતિહાસમાં બહુ ઓછાં ભારતીયોએ સ્વતંત્રતા, સમાનતા અને (ખાસ કરીને) બંધુત્વનાં મૂલ્યોને એટલી અદ્ભુત રીતે સાકાર કર્યા છે જેટલા શંકર ગુહા નિયોગીએ કર્યા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.