Gujarat

ગુજરાતનું આ એક જ મંદિર એવું છે જે ગ્રહણમાં પણ ખુલ્લું રહેશે, અહીં મંત્રજાપથી 100 ગણો લાભ મળે

શામળાજી: આવતીકાલે તા. 25મી ઓક્ટોબરને મંગળવારે ધોકાના દિવસે સૂર્યગ્રહણના (SuryaGrahan2022) યોગ છે. ગ્રહણને અશુભ માનવામાં આવતું હોય વિશ્વભરના મંદિરોના દ્વારા સૂર્યગ્રહણનો વેદ લાગે ત્યારથી જ બંધ કરી દેવામાં આવશે. પરંતુ ગુજરાતનું એક એવું મંદિર છે જે ગ્રહણ કાળ દરમિયાન પણ ખુલ્લું રહેશે. શામળાજી મંદિર (Shamlaji Temple) ગ્રહણ કાળ દરમિયાન દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે.

  • શામળાજીમાં ગ્રહણકાળમાં દર્શનનું વિશેષ મહત્ત્વ
  • ભક્તો મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લું રખાશે

ગ્રહણના સમય દરમિયાન ભક્તો ભગવાનની સમક્ષ બેસી મંત્ર જાપ કરી શકશે. ભક્તો (Devotees) મંત્ર જાપ કરી શકે તે માટે જ મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. ગ્રહણ દરમિયાન શામળાજી ભગવાન સમક્ષ બેસીને મંત્ર જાપ કરવાનું વિશેષ મહત્વ છે. તેથી જ ગ્રહણ હોવા છતાં શામળાજી મંદિરને ખુલ્લું રાખવામાં આવનાર છે.

ગ્રહણ દરમિયાન મંત્રજાપ કરવાથી 100 ગણું ફળ મળતું હોવાની માન્યતા
ગ્રહણ દરમિયાન શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે એટલે જ મંદિરો પણ બંધ રાખવામાં આવતા હોય છે. પરંતુ શામળાજી મંદિરની વાત જ અલગ છે. અહીં ગ્રહણ દરમિયાન પ્રભુ ભક્તિનું વિશેષ મહત્ત્વ છે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપનું 100 ગણું ફળ મળતું હોવાની માન્યતા છે. આવતીકાલે તા. 25 ઓક્ટોબરના રોજ સાંજે 4.35 કલાકે ગ્રહણ શરૂ થશે અને ગ્રહણનો મોક્ષ 6.26 કલાકે પૂરો થશે. આ દરમિયાન 1 કલાક અને 54 મિનીટનો ગાળો છે. આ 2 કલાક દરમિયાન યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન ખુલ્લા રહેશે. તે માટે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આવતીકાલે ખગ્રાસ સૂર્ય ગ્રહણ દરમિયાન ભક્તો દર્શન કરી શકે તે માટે ગ્રહણ કાળ દરમિયાન મંદિરના દ્વાર ખુલ્લાં રાખવામાંઆવશે. સવારે 6 વાગ્યે મંદિર ખુલશે તેમજ મંગળા આરતી સવારે 6.45 કલાકે થશે અને શણગાર આરતી સવારે 8.30 કલાકે કરવામાં આવશે. સવારે 10.20 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે ત્યારે દર્શન બંધ રાખવામાં આવશે ત્યાર બાદ રાજભોગ આરતીના સવારે 11.15 કલાકે સમયે દર્શન કરી શકાશે. સવારે 11.30 કલાકે ફરી મંદિર બંધ થશે અને ઉત્થાપન બપોરે 1 કલાકે મંદિર ખુલશે તેમજ ગ્રહણ બાદ સાંજના દર્શન રાબેતા મુજબના રાત્રિના 8.30 કલાક સુધી કરી શકાશે.

Most Popular

To Top