મુંબઈ: તાજેતરમાં જિમમાં (Gym) કસરત (Excersice) કરતી વખતે અભિનેતાઓના હાર્ટ એટેકને (Heart Attack) લીધે મોત થવાની ઘટનાઓ વધવા માંડી છે. દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર પુનિથ રાજકુમાર (Punith Rajkumar) , કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Shrivastav) અને તાજેતરમાં ટીવી સિરીયલોના જાણીતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું (Sidhdhant Vir Suryavanshi) જીમમાં હાર્ટ એટેક આવવાના લીધે મોત થયું છે. આ સમાચારોએ ચાહકોને હચમચાવી મુક્યા છે.
- કોવિડ બાદ હૃદય સંબંધી સમસ્યાઓ વધી
- જીમમાં લોકો ઝડપથી થાકવા લાગ્યા
- વધુ પડતી કસરત જોખમ ઉભું કરી રહી છે
નિયમિત કસરત કરતા અભિનેતાઓ પણ હવે ગભરાઈ ગયા છે. તેની હેલ્થ ફિટનેસ બિઝનેસ પર પણ ઊંડી અસર પડી છે. ફિલ્મ જગતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોવિડ બાદ કસરત કરતા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તેથી અભિનેતાઓ જિમથી દૂર રહેવા લાગ્યા છે ત્યારે શાહરૂખ ખાન (ShahRukhKhan) અને વરૂણ ધવનના (Varun Dhavan) ફિટનેસ ટ્રેનર પ્રશાંત સાંવતે (Prashant Savant) આ મામલે વિગતવાર ચર્ચા કરી અને ફિટનેસ (Fitness Tips) માટે કેટલીક ટીપ્સ પણ આપી.
સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર પ્રશાંત સાવંતે કહ્યું કે કસરત દરમિયાન હાર્ટ એટેક આવવાના સમાચારે લોકોમાં ફિટનેસને લઈને ડર પેદા કર્યો છે. જિમમાં હાર્ટ એટેકના વધતા બનાવના લીધે લોકો ગભરાયા છે. પરંતુ હું કહેવા માંગુ છું કે જિમમાં જવું અને કસરત કરવી એ હંમેશા શરીરની તરફેણમાં રહ્યું છે અને તેની વિરુદ્ધમાં નથી. વ્યાયામ ક્યારેય હાર્ટ એટેકનું કારણ નથી રહ્યું, તેના માટે મોટાભાગે જીવનશૈલી જવાબદાર છે. તમે ક્યારેય તમારું યોગ્ય ચેકઅપ કરાવ્યું નથી, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, હૃદયમાં કોઈ નવો રોગ આવ્યો છે, આ મુખ્ય કારણો છે અને તેના માટે કસરત ન કરવી જવાબદાર છે.
કોવિડ બાદ એવું શું થયું કે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું?
કોવિડ દરમિયાન, તેમની પોતાની જાણકારી અનુસાર, ઘણા લોકોએ કોઈની સલાહ લીધા વિના, પોતાની જાતે આહાર અથવા કસરત કરી, એવી વસ્તુઓ કે જેના વિશે સંપૂર્ણ જાણકારી નથી, તે કોઈપણ નિષ્ણાતની સલાહ વિના કરવું પણ નુકસાનકારક છે. કોવિડ પછી ઘણું બદલાઈ ગયું છે. કોરોના પછી લોકોના શરીર અને રોગપ્રતિકારક શક્તિમાં ઘણા ફેરફારો થયા છે. તેઓ કદાચ આ ફેરફારોને સમજી રહ્યા નથી, ઘણાના હૃદયમાં સમસ્યાઓ આવવા લાગી છે.
હાર્ટ એટેકના કેસોમાં અચાનક થયેલા વધારા પર સાવંતે શું કહ્યું?
અમે ઘણા વર્ષોથી આ ઉદ્યોગનો એક ભાગ છીએ. હું અહીં પચીસ વર્ષથી છું, આ પહેલાં ક્યારેય સાંભળ્યું નથી કે જીમમાં કોઈ અભિનેતા સાથે આવું બન્યું હોય કે જીમ કરતી વખતે કોઈનું મૃત્યુ થયું હોય. હા એ વાત સાચી છે કે કોરોના બાદ આવા કેસ વધ્યા છે. કોવિડ એક એવો વાયરસ છે, જેણે આપણા શરીરને પહેલેથી જ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. દરેક શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. દરેકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, દરેકના શરીરમાં ઈજા થઈ રહી છે. હવે લોકો અમારા જીમમાં ઝડપથી થાકી જાય છે, જે પ્રકારની કસરત તેઓ પહેલા કરતા હતા, હવે તેમને કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તકેદારી રાખો: પ્રશાંત સાંવત
પ્રશાંત સાવંતે કહ્યું કલાકારો મારી પાસે આવે અને કહે મને ઓછા સમયમાં બિસ્કિટ (સિક્સ પેક્સ) બોડી જોઈએ છે. અમને તેમની પર હસવું આવે છે. શરીરની ક્ષમતા કરતા વધુ પડતી કસરત શરીરને જ નુકસાન પહોંચાડે છે. કેટલાંક જિમ ટ્રેનર પણ ક્લાયન્ટની કેપેસિટી સમજ્યા વિના આડેધડ કસરત કરાવે છે, જે અયોગ્ય છે. સૌથી પહેલાં તો ટ્રેનરે ક્લાયન્ટની જીવનશૈલીને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની મેડિકલ હિસ્ટ્રી શોધો, બ્લડ ટેસ્ટ કરાવો. જો તેમની જીવનશૈલી યોગ્ય ન હોય તો તેને સુધારીને તેના અનુસાર ડાયટ પ્લાન બનાવો.