Entertainment

શાહિદની પત્ની તમારી ઊંઘ ઉડાડી દેશે

સ્ટાર કિડ જેમ સ્ટાર વાઈફ નામનો એક શબ્દ બોલિવૂડની ડિક્ષનરીમાં છે. આમાંની એક જાણીતી ‘સ્ટાર વાઈફ’ હમણાં ચર્ચામાં છે, તેના નવા શરૂ કરેલા બિઝનેસને કારણે, ઇન્ડસ્ટ્રીનો ખૂબ સારો એક્ટર શાહિદ એમ તો લગ્નનાં આટલા વર્ષ પછી પણ તેની વાઈફ કરતા તેની એક્સનાં નામે વધારે ઓળખાય છે. ત્યારે બોલિવૂડની ચમકથી દૂર તેની વાઈફ મીરા પોતાની નવી ઓળખ ઊભી કરી રહી છે. મુંબઈમાં મે મહિનાનાં અંતમાં બોલિવૂડ સ્ટાર્સની હાજરીમાં એક ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું, જેમાં શાહિદની પત્ની મીરાએ નવો બિઝનેસ શરૂ કર્યો. મીરા રાજપૂતે ‘ધૂન વેલનેસ’ નામની વેલનેસ બ્રાન્ડ લોન્ચ કરી. જે આયુર્વેદિક ઉપચાર અને ચક્ર સ્કેન કરી લોકોના બોડી અને માઈન્ડને હેલ્ધી રાખે તેવો ગોલ છે. પણ એ સેલિબ્રેશનમાં ચર્ચા બોલિવૂડ સ્ટાર્સથી હાજરીને બદલે તેના આ વેલનેસ થેરાપીની ઊંચી કિંમતોની થઈ રહી હતી, અને ઈન્ટરનેટ તો શાહિદની કોઈ ફિલ્મ કરતા વધારે ચર્ચા આ બાબતે કરી રહ્યા હતાં.


મીરાની આ ‘ધૂન’ વેલનેસ બ્રાન્ડ આયુર્વેદિક ઉપચાર અને ચક્ર સ્કેનનો લક્ઝરી એક્સપિરિયન્સ આપે છે અને આ કસ્ટમરને આપવામાં આવતી બધી થેરાપી કિંમતો જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ચોંકી ગયા. જેની કિંમત જાણી તમારા પણ હોંશ ઉડી જવાના છે. જેમ કે 90-મિનિટના તુલ્યા સેશન માટેની કિંમત 12,500 છે. તો 60-મિનિટના ફેશિયલ, મસાજની કિંમત 12,000 છે! જ્યારે સ્ટ્રેસ દૂર કરવા માટે 30-મિનિટના EFT સેશનની કિંમત 10,000 છે! સ્લીપ સેટ અને ગટ કલીન્સ આ 3 દિવસના સેશનની કિંમત ફક્ત 1.75 લાખ છે!
આટલી અધધધ પ્રાઈઝ જોઈ હવે ઇન્ટરનેટ યુઝરે શું કહ્યું? જુઓ- ‘બસ 1.75 લાખમાં, મીરા તમારી ઊંઘને પાછી લાવશે કે ઉડાડી દેશે?, જ્યારે બીજા યુઝરે કહ્યું- ‘કોઈ ટ્રોમા દૂર કરવા ગયું હશે, તે કિંમત જોઈને નવો સ્ટ્રેસ આવી જશે. ‘હું પોતે આ કામ કરી, મને 500 રૂપિયા ઓછા આપશો તો પણ ચાલશે, આટલી કિંમત જાણીને તો જેટલી ઊંઘ આવે છે એ પણ જતી રહેશે.
પણ પતિ શાહિદ ખુશ છે. મીરા ભલે ફિલ્મોમાં કામ નથી કરી રહી પણ આ બિઝનેસ જોઈ લાગી રહ્યું છે શાહિદને ફિલ્મમાં મળતી ફી કરતા વધારે કમાણી કરે તો નવાઈ નહિ. (રિપોર્ટ્સ મુજબ શાહિદ એક ફિલ્મ માટે 20-25 કરોડ ફી ચાર્જ કરી રહ્યો છે) અને આ ‘ધૂન વેલનેસ’ એ મીરાનું બીજું બિઝનેસ સાહસ છે! આ પહેલાં તેણે એક સ્કિનકેર બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. મીરાએ રિલાયન્સ રિટેલ સ્ટોરમાં ઈશા અંબાણી સાથે મળીને અકાઈન્ડ બ્યૂટી બ્રેન્ડ પણ લોન્ચ કરી હતી. •

Most Popular

To Top