Vadodara

શહેરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ

વડોદરા: વડોદરા શહેરમાં બુધવારના આખા દિવસના વિરામ બાદ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકેલા વરસાદે આખા શહેરને જળબંબાકાર બનાવી બનાવી દીધું હતું . વડોદરા શહેરમાં પહેલાથી સોમવારે વરસેલા વરસાદના પાણી જ ઉતર્યા હતા નહી ત્યારે તો વરસાદે બુધવારની રાત્રીના સમયે જે વરસાદ પડ્યો હતો તેને પગલે વડોદરા શહેરને પાણીમાં ગરકાવ કરી નાખ્યું હતું. આમ તો વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે જાહેર રોડ રસ્તા પર અને વડોદરાની મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા જયારે જાહેર રોડ રસ્તા પરના પાણી અને વડોદરા શહેરની અનેક સોસાયટીઓ અને વસાહતોમાં આજે પણ પાણી જોવા મળી રહ્યા છે. જેના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા વધુ પ્રયત્નો હાથ ધર્યા છે.

વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરાના મોટાભાગના વિસ્તારમાં જાહેર રોડ રસ્તા પર , ઘરમાં પાણી ઘુસી ગયેલા જોવા મળી રહ્યા છે જેનું પાણી પણ હજુ ઉતરતું જોવા મળતું નથી. જયારે વડોદરા શહેરના સંગમ સ્વાદ ક્વોટરસ , સુભાનપુરા, ગોરવા લક્ષ્મીપુરા રોડ, ફ્તેગજ , ન્યુ વીઆઇપી રોડ ખાતે ખોડીયાર નગર પાસે આવેલી વસાહતોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા પરંતુ તે પાણી આજે પણ જે છે તે રહ્યા છે સદનસીબે બુધવારે રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના પગલે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહ્યા છે જેને પગલે વડોદરા વાસીઓને ગંદકી અને ડ્રેનેજના પાણીને લઈને ભયનો મહોલ ઉભો થયો છે.

ગંદકીના પગલે બાળકોમાં તથા વડોદરા શહેરમાં રોગચાળો ફેલાવાનો ભય તેમને સતાવી રહ્યો છે. આ અંગે વડોદરા શહેરના સ્થાનિક રહીશોએ કોર્પોરેટરો અને વહીવટી તંત્રનું કેટલીક વાર ધ્યાન દોર્યું હતું છતાં પણ કોઈ અધિકારીએ સમસ્યાઓ જોવા પણ આવ્યા નહોતા ત્યારે આ અંગે સ્થાનિક રહીશોએ તપાસ કરતાં વરસાદી પાણી નથી પરંતુ ડ્રેનેજમાંથી પાણી બહાર આવતું હોય અને તેનો ભરાવો થતો હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ થતા જ પાલિકા તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓને ફક્ત એસી કેબીનમાં બેસવાનું અને એસી ગાડીમાં ફરતા જ આવડે છે અને વોટ જોઈએ ત્યારે વોટની ભીખ માંગવા આવે છે તેમ કહી પાલિકાના અધિકારીઓ અને ચુટાયેલા શાસકો વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

બીજી બાજુ આજવા રોડની વાત કરીએ તો સત્તાધાર નગર વિસ્તારમાં સોમવારના દિવસે પડેલા વરસાદના પગલે ઘરમાં વરસાદી પાણી ઉતર્યા જ નથી ત્યારે તો આજે ફરીથી મેઘમહેર થતા વધુ પાણી ઘરમાં ઘુસી જતા સ્થાનીકોએ હોબાળો મચાવ્યો હતો, અને સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલને જાણ કરી હતી તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને રહીશો સાથે વાતચીત કરી હતી અને હાલમાં હંગામી ઢોરને જેસીબી વડે ખાડાની નીક બનાવીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને કાયમી ધોરણે વરસાદી ગટર બનાવવાની પણ ખાતરી આપી હતી.

જયારે વડોદરાના દરજીપુરા સ્થિત મુખ્ય શાકભાજી માર્કેટ જ્યાં આવેલું તે હાઇવે નજીક એપીએમસી માર્કેટ પણ વરસાદી પાણીને લીધી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારથી જ શાકભાજીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને શાકભાજીના વાહનો અંદર કે બહાર ન જઈ શકે તેવી સ્થિતિ આજ રોજ જોવા મળી હતી. મજૂરો પાસે શાકભાજીના ટોપલા ભરીને હાઈવે સુધી લાવતા હતા અને ટેમ્પોમાં ભરવાની મજુરી કરી હતી આમ મજૂરોની કામગીરી પણ આજ રોજ બમણી થઇ હતી. જયારે આજ રોજ વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના પગલે વાઘોડિયા રોડની મોટાભાગની સોસાયટીમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા જેને પગલે વરસાદી પાણીનો નિકાલ કરવા કોઈ પણ અધિકારી જોવા પણ સુદ્ધા ત્યાં ગયા નહોતા જેને પગલે વાધોડીયા રોડના રહીશો દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top