વડોદરા: ‘ગુજરાતમિત્ર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ બાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી સોસીયલ માધ્યમ થકી અમને નગરજનો દ્વારા ઘણી કોમેન્ટ્સ આપવામાં આવી હતી તેમાં અમને એક જાગૃત નાગરિકે ગાજરાવાડી વિસ્તારના જાહેર માર્ગની હાલત વિષે જાણ કરવામાં આવી હતી ત્યારે અમારા ફોટોગ્રાફરે ગાજરાવાડી વિસ્તારની તસ્વીર કેમેરામાં કંડારી હતી. તેમાં ગાજરાવાડી વિસ્તારના રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરીજનો માટે જાણે રોડ રસ્તા એવા બનાવવામાં આવ્યા છે કે કોઈ બોડી મસાજ કરવો હોય તો ગાજરાવાડી વિસ્તારમાં એક રાઉન્ડ ચક્કર મારી આવે એટલે તમારું બોડી મસાજ થઇ જાય તેવી પરિસ્થિતિ છે. છતાં પણ કોઈ પણ પાલિકાના સત્તાધીશોને આ રોડ પરથી જો પસાર થતા નથી કે આંખ આડા કાન કરે છે તે ખબર નથી. ગાજરાવાડી વિસ્તારએ ભરચક વિસ્તારમાં આવેલો વિસ્તાર છે અને ત્યાં વડોદરા શહેરીજનોની આસ્થારૂપી ગણપતી દાદાનું મંદિર પણ આવેલું છે ત્યાં તો હજારો ગણપતિ બાપના મંદિરે દર્શન કરવા પણ પડાપડી થાય છે.
તેમ છતાં ત્યાં એસ્ટેટ પણ આવેલું છે ત્યાં હજારો ભારદારી વાહનોની અવર જવર પણ થાય છે. છતાં પણ પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી. ગઈકાલે છાપેલા ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ બાદ સોસીયલ મીડિયા થકી ‘ગુજરાતમિત્ર’ને ઘણી બધી કોમેન્ટ્સ આવેલી હતી કે આમારા વિસ્તારમાં સમસ્યા છે જેવી કે રોડ રસ્તા ડ્રેનેજ જેવી વિવિધ સમસ્યાઓ આવેલી છે.
સમસ્યા છે તે ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવાશે
ગાજરાવાડી વિસ્તારનાં રહીશોને વરસાદી પાણી ભરાય જવાને કારણે જે અવર જવર કરવા સમસ્યાનો સામનો કરવો પડે છે તે સમસ્યાનું ટૂંક સમયમાં જ તેનું નિરાકરણ કરાશે. જેથી ત્યાના રહીશોને કોઇપણ જાતની સમસ્યાનો સામનો કરવો પડશે. નહિ. – ડો. હિતેન્દ્ર પટેલ ચેરમેન