નવી દિલ્હી: પાકિસ્તાનના બોલર શાહીન શાહ આફ્રિદીએ (Shaheen Shah Afridi) એક અનોખી સિદ્ધિ (Record) પોતાના નામે કરી છે. તેણે પોતાની ODI મેચોમાં 100 વિકેટ (wicket) પૂરી કરી છે. સાથે જ શાહીન આફ્રિદી વનડેમાં (One-Day) સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર (Bowler) પણ બની ગયો છે. તેણે મિચેલ સ્ટાર્કનો (Mitchell Starc) રેકોર્ડ તોડ્યો છે. એકંદરે 100 વિકેટ લેનાર તે ત્રીજો સૌથી ઝડપી ક્રીકેટર (Cricketer) છે.
ICC વર્લ્ડ કપ 2023 ની આજની મેચમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન 31 ઓક્ટોબરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સામસામે ઉતર્યા હતા. આ મેચમાં બાંગ્લાદેશનાં કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં બાંગ્લાદેશની ટીમની એક પછી એક ઘણી વિકેટો પડી હતી.
આ મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ફાસ્ટ બોલર તરીકે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો હતો. આફ્રિદી પોતાની 51મી ODI મેચમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ સાથે જ તે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
બાંગ્લાદેશના બેટ્સમેન તંજીદ હસન, આફ્રિદીની ઓપનિંગ ઓવરના પહેલા 4 બોલમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો નહતો અને 5માં બોલ પર આફ્રિદીએ તેને LBW આઉટ કર્યો હતો. આ રીતે તંજીદ ODI ક્રિકેટમાં શાહીન શાહ આફ્રિદીની સદીનો 100માં નંબરનો ખેલાડી બન્યો હતો.
શાહીને આ સદી 51 મેચમાં બનાવી હતી. તેણે મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. સ્ટાર્કે 52 મેચમાં તેની 100 ODI વિકેટ લીધી હતી. જ્યારે શેન બોન્ડ અને મુસ્તાફિઝુર રહેમાને 54 મેચમાં સદી વિકેટ લીધી હતી.
આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામસામે છે
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે BOU ODIમાં 38મી મેચ રમાઈ છે. જેમાંથી બાંગ્લાદેશ 5 વખત અને પાકિસ્તાન 33 વખત જીત્યું છે. ODI વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે સ્પર્ધા હતી. જેમાં એક વખત પાકિસ્તાન અને એક વખત બાંગ્લાદેશ જીત્યું છે. જો બાંગ્લાદેશ આ મેચ હારી જશે તો તેની સેમીફાઈનલમાં પહોંચવાની આશા ઉપર પાણી ફરી વળશે.
સૌથી ઝડપી 100 ODI વિકેટ (મેચ અનુસાર)
- 42-સંદીપ લામિછાને
- 44- રાશિદ ખાન
- 51 – શાહીન આફ્રિદી
- 52-મિશેલ સ્ટાર્ક
- 53- સકલેન મુશ્તાક
સૌથી ઝડપી 100 ODI વિકેટ (બોલ અનુસાર)
- 2139 – રાશિદ ખાન
- 2225 – સંદીપ લામિછાને
- 2452 – મિશેલ સ્ટાર્ક
- 2526 – શાહીન આફ્રિદી
- 2686 – મુસ્તાફિઝુર રહેમાન