World

પાકિસ્તાનના PMની હેકડી નીકળીઃ શહબાઝ શરીફ બોલ્યા, પહલગામ હુમલાની તપાસમાં પાક સાથ આપશે

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેના પર મૂકવામાં આવેલા દબાણને કારણે પાકિસ્તાનનો ઘમંડ તૂટી ગયો હ્યો હોય તેવું લાગે છે. પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલાની ‘તટસ્થ અને પારદર્શક’ તપાસમાં ભાગ લેવાની ઓફર કરી છે.

પહલગામમાં તાજેતરની દુર્ઘટના સતત દોષારોપણની રમતનું બીજું એક ઉદાહરણ છે, જેનો સંપૂર્ણપણે અંત લાવવો જોઈએ, વડા પ્રધાન શાહબાઝ શરીફે ખૈબર-પખ્તુનખ્વાના કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં આર્મી કેડેટ્સની પાસિંગ-આઉટ પરેડને સંબોધિત કરતી વખતે કહ્યું.

તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર દેશ તરીકેની ભૂમિકા ચાલુ રાખીને પાકિસ્તાન કોઈપણ તટસ્થ, પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર છે. આ સાથે શાહબાઝ શરીફે ધમકીભર્યો સ્વર અપનાવ્યો અને કહ્યું કે જો ભારત તેના ભાગનું પાણી બંધ કરશે તો તેઓ તમામ વિકલ્પો અપનાવશે. પાણી આપણી જીવનરેખા અને એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત છે અને તેની ઉપલબ્ધતાનું રક્ષણ દરેક કિંમતે અને દરેક પરિસ્થિતિમાં કરવામાં આવશે.

સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે
શાહબાઝ શરીફે કહ્યું, શાંતિ અમારી પ્રાથમિકતા છે. પાકિસ્તાન કોઈપણ તટસ્થ અને વાતચીતમાં ભાગ લેવા તૈયાર છે. અમે અમારી અખંડિતતા અને સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. તેમણે વધુમાં કહ્યું, કોઈએ પણ કોઈપણ પ્રકારના ખોટા આરોપ હેઠળ જીવવું જોઈએ નહીં કારણ કે સશસ્ત્ર દળો કોઈપણ દુ:સાહસ સામે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને તૈયાર છે.

સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા વાળવાના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે.

સિંધુ નદી આપણી છે
આ પહેલા પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે કાં તો સિંધુ નદીમાં પાણી વહેશે અથવા તેમનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે. સખારમાં સિંધુ નદીના કિનારે એક જાહેર સભાને સંબોધતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું, હું સિંધુ નદી પાસે ઊભા રહીને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે સિંધુ નદી આપણી હતી, આપણી છે અને આપણી જ રહેશે. કાં તો આપણું પાણી આ નદીમાંથી વહેશે, અથવા જે આપણો હિસ્સો છીનવી લેવા માંગે છે તેનું લોહી વહેશે.

Most Popular

To Top