તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર દેશની જાહેર ક્ષેત્રની 18 અને ચાર ખાનગી બેંકોએ મળીને છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ જાળવી નહીં રાખવા બદલ રૂપિયા દસ હજાર કરોડની વસુલાત કરી છે. બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી પૈસા જમા કરાવવાનો ચાર્જ, પૈસા ઉપાડવાનો ચાર્જ, મિનિમમ બેલેન્સ ચાર્જ, એટીએમ કાર્ડ ચાર્જ, ચેકની સ્ટેશનરી ફી ઉપરાંત રિટર્ન ફી, એસએમએસ (એલર્ટ) ચાર્જ, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકશન ચાર્જ, કાર્ડ સ્વાઇપ ચાર્જ, નેટ બેંકિંગ ફેસેલિટી ચાર્જ તો વસુલવામાં આવે જ છે.
ઉપરાંત નવા કેટલાક ચાર્જ પણ લેવાની વિચારણા ચાલુ જ છે! કેટલીક ખાનગી બેંકોએ તો લઘુતમ બેલેન્સની મર્યાદા દસ હજારથી પણ વધારી દીધી છે. રિઝર્વ બેંકના યોગ્ય મોનિટરીંગના અભાવે અજ્ઞાન ગ્રાહકો રીતસરના લૂંટાઇ રહયા છે. જયાં સમગ્ર નાણાં મંત્રાલય જ દેશની વાસ્તવિકતાઓની ઉપેક્ષા કરનારું છે ત્યાં આમ આદમીના રૂપિયાની સંભાળ કોણ લે?!
સુરત – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.