National

SFI કાર્યકરોએ વાયનાડમાં રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરી

નવી દિલ્હી: સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના કાર્યકરોએ વાયનાડમાં કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધીની ઓફિસમાં (Office) આજરોજ તોડફોડ કરી હતી. ઓફિસમાં હાજર સામાનને નુકસાન થયું છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે ઓફિસમાં કામ કરતા સ્ટાફને (Staff) પણ ઈજા (Injured) થઈ છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે પર્યાવરણને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યોની આસપાસનો એક કિલોમીટરનો સમગ્ર વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ) બનવા જઈ રહ્યો છે. આ નિર્ણયથી SFI કાર્યકર્તાઓ નારાજ હતા. તેઓ આ મુદ્દે રાહુલ ગાંધીના મંતવ્યો જાણવા માંગતા હતા. જો કે હજુ સુધી આ અંગે રાહુલ ગાંધીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ કારણોસર આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને SFI કાર્યકરોએ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક પ્રદર્શનકારીઓ ઓફિસની બારીમાંથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં પોલીસ પ્રદર્શનકારીને સ્થળ પરથી ઉઠાવીને કસ્ટડીમાં લેતી જોવા મળે છે.

થોડા દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે પર્યાવરણને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. તે નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યોની આસપાસનો એક કિલોમીટરનો સમગ્ર વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ESZ) બનવા જઈ રહ્યો છે. ESZની તમામ ગતિવિધિઓને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. પરંતુ કેરળમાં વિવાદ એ વાતનો છે કે જો ત્યાં આ નિયમનો કડક અમલ કરવામાં આવશે તો ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં રહેતા લોકોનું શું થશે? તેઓ ક્યાં જશે? આ મુદ્દાને લઈને SFI કાર્યકરોએ વાયનાડમાં પ્રદર્શન કર્યું હતું.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ અત્યાર સુધી આ મુદ્દે મીડિયા સાથે વાત કરી નથી, પરંતુ આ કોર્ટના નિર્ણય પછી રાહુલ ગાંધી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. તે પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વાયનાડના સ્થાનિક લોકોની ચિંતા ઘણી વધી ગઈ છે. આ એક નિર્ણયના કારણે ખેતીથી લઈને અન્ય પ્રવૃત્તિઓમાં તેમજ સામાન્ય લોકના જીવન પર અસર થશે. આવી સ્થિતિમાં પીએમને તેમના તરફથી અપીલ કરવામાં આવી છે કે પર્યાવરણની સાથે લોકોની સુવિધા અને તેમની આજીવિકાનું પણ ધ્યાન રાખવામાં આવે.

Most Popular

To Top