National

મેઘાલયમાં સેક્સ રેકેટ ચલાવવાનારા BJP નેતાની યુપીના હાપુડમાંથી ધરપકડ

મેઘાલય: મેઘાલયમાં (Meghalaya) સેક્સ રેકેટ (Sex Racket) ચલાવવાનાર આરોપી ભાજપના નેતા (BJP Leader) બર્નાર્ડ એન મારકની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. બર્નાર્ડ એન મારકની યુપીના (UP) હાપુડમાંથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ જ મેઘાલયથી પોલીસની (Police) એક ટીમ યુપીના હાપુડખાતે જવા રવાના થઈ છે તેઓ બર્નાર્ડને તેઓની સાથે પરત લઈ જશે. ભાજપના નેતા બર્નાર્ડ એન મારક પર મેઘાલયમાં તેમના ફાર્મ હાઉસમાં સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરતી વખતે છ સગીર બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. તે જ સમયે અત્યાર સુધીમાં 73 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિકારી પાસેથી જાણકારી મળી આવી છે કે મેઘાયલમાં નેતાના ફાર્મહાઉસ ઉપર દરોડા દરમિયાન દારૂની 400 બોટલ અને 500 થી વધુ કોન્ડોમ મળી આવ્યા હતા. દરોડામાં 27 વાહનો, 8 ટુ-વ્હીલર સાથે તીર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. વેસ્ટ ગારો હિલ્સ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વિવેકાનંદ સિંહે જણાવ્યું હતું કે એક સૂચનાના આધારે, આતંકવાદીમાંથી રાજકારણી બનેલા મારકની માલિકીના ફાર્મહાઉસ રિમ્પુ બાગાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન અમે ચાર છોકરાઓ અને બે છોકરીઓ સહિત છ સગીરોનો બચાવ કર્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે નેતા ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે મેઘાલય બીજેપીના ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મારક અને તેમના સહયોગીઓ દ્વારા રિનપુ બાગાનમાં ગંદા કેબિન તેમજ ગંદા રૂમમાં આ બાળકોને વેશ્યાવૃત્તિ માટે બંધ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ નેતાના આ ફાર્મ હાઉસમાં કુલ 30 નાના રૂમ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ એ જ જગ્યા છે જ્યાં અગાઉ એક છોકરીનું યૌન શોષણ થયું હતું અને ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. વેસ્ટ ગારો હિલ્સ જિલ્લા પોલીસ અધિક્ષક વિવેકાનંદ સિંહે જણાવ્યું હતું કે આ ધટના પ્રકાશમાં આવી છે કે સગીરનું એક અઠવાડિયામાં ઘણી વખત યૌન શોષણ આ સ્થળે કરવામાં આવ્યું હતું અને આઈપીસીની કલમ 366A (એક સગીર છોકરીની પ્રાપ્તિ), 376 (બળાત્કારની સજા) અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top