મેલબોર્ન : ઓસ્ટ્રેલિયા(Australia)માં સંસદની અંદર વડા પ્રધાન (PM) સ્કોટ મોરિસન સરકારના સભ્યોના વીડિયો લીક (SEX VIDEO LEAK) થયા બાદ રાજકીય તોફાન ફાટી નીકળ્યા છે. આ વીડિયોમાં, એક વ્યક્તિ સ્ત્રી સાંસદના ડેસ્ક પાસે માસ્ટરબેટ કરી રહ્યો છે એમ જોઇ શકાય છે.
આ આશ્ચર્યજનક ઘટસ્ફોટ બાદ, મંગળવારે, સ્કોટ મોરીસનની સરકાર અન્ય એક મોટા સંકટમાં ફસાઇ ગઈ છે. વડા પ્રધાને આ ઘટનાને અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ગણાવી છે. વડા પ્રધાન મોરિસનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજી મહિલા સરકારી કર્મચારી પર બળાત્કારનો મામલો ન સંભાળવા માટે તેના કર્મચારી દ્વારા તેમના પર ઘણા દબાણ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારના આ સેક્સ વીડિયોને ગ્રુપ ચેટ પર શેર કરવામાં આવ્યા હતા, જે કોઈએ લીક કર્યું છે. મીડિયામાં આ વીડિયો સામે આવ્યા બાદ હંગામો થયો છે.
પ્રાર્થના રૂમનો ઉપયોગ સંભોગ કરવા માટે
આરોપીઓ સામે દેશભરમાં જોરશોરથી દેખાવો શરૂ થયા છે. આ કામગીરીમાં ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદો (LADY MP) પણ શામેલ છે. બીજી તરફ, વીડિયો લિક કરનાર વ્યક્તિની ઓળખ ટોમ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે સરકારી સેવકો અને સાંસદો સંભોગ માણવા માટે પ્રાર્થના હોલનો ઉપયોગ ઘણી વાર કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે સંયુક્ત સરકારના સાંસદોને ખુશ કરવા સંસદ ભવનની અંદર સેક્સ વર્કરો (PROSTITUTE) પણ લાવવામાં આવે છે.
ટોમે સમજાવ્યું કે અશ્લીલ છબીઓ વારંવાર કર્મચારીઓ વચ્ચે બદલી કરવામાં આવે છે. તે એટલું બધું છે કે તેને હવે તે ટેવાય ગયું છે. તેમણે કહ્યું કે અહીંનો પુરૂષ સ્ટાફ વિચારે છે કે તે કંઇ પણ કરી શકે છે. આ લોકો એમ પણ માને છે કે તેમણે કોઈ કાયદો તોડ્યો નથી કે તેઓ નૈતિક રીતે ભ્રષ્ટ છે. દરમિયાન, આ ઘટસ્ફોટ બાદ સરકારે તાત્કાલિક તેના એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. મહિલા બાબતોના પ્રધાન મરીઝ પેને કહ્યું કે સરકારે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ.
મહત્વની વાત છે કે જે સ્થળોએ દેશના હિત માટેના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે, એ જ સ્થળે જો શારીરિક જરૂરિયાત અને અશ્લીલતાની ચર્ચા શરૂ થઇ જાય તો ચોક્કસથી એ જગ્યાનું પતન નિશ્ચિત છે, જો કે હાલ સરકાર આ મામલે વધુ કડક પગલાં ભરી તમામ અનૈતિક મૂલ્યો ધરાવતી પ્રવૃત્તિને નાથે એ જ સમયની માંગ છે.