Gujarat

SEX-Racket : આ દેશની યુવતીઓ કરતી હતી અમદાવાદમાં દેહવિક્રયનો ધંધો, પોલીસે પકડી પાડી

અમદાવાદ  (Ahmedabad)  પોલીસે અહીંના નરોડા વિસ્તારમાંથી સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો છે. અહીંની એક હોટલમાં દેહવ્યાપારનો ધંધો બેફામ ચાલી રહ્યો હતો. પોલીસે હોટલમાં રેડ કરી ત્યારે દેહવિક્રય સાથે સંકળાયેલી 4 યુવતી અને 4 ગ્રાહક પકડાયા હતા. ગ્રાહકોને હોટલનો મેનેજર શોધતો હતો. મેનેજરની ધરપકડ કરાઈ છે. દેહવિક્રય માટે મુંબઈ અને નેપાળથી યુવતીઓને લાવવામાં આવી રહી હતી.

  • નરોડાની પ્રિયા પેલેસ હોટલમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી
  • હોટલનો માલિક અને મેનેજર ગ્રાહકોને બોલાવી SEX-Racket ચલાવતો હતો
  • હોટલ સંચાલક અને બે દલાલો સહિત ત્રણ લોકો ફરાર થયા

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પોલીસે નાના ચિલોડા પાસેની પ્રિયા પેલેસ હોટલમાં (Priya Palace) ચાલતું સેક્સ રેકેટ પકડ્યું છે. નરોડા પોલીસને બાતમી મળી હતી કે, નાના ચિલોડા પાસે એક હોટલમાં દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો છે. જેથી નરોડા પોલીસની ટીમે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવતા શિખર કોમ્પ્લેક્સમાં પ્રિયા પેલેસમાં કૂટણ ખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રેડ કરતા જ કાઉન્ટર પરથી મેનેજર સૌરભ ભદોરીયા મળી આવ્યો હતો. જેની એક ટીમે પૂછપરછ હાથ ધરી હતી.

યુવતીઓને મુંબઇ અને નેપાળથી લાવવામાં આવતી હતી

બાદમાં પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતા રૂમ નંબર 101માં ચાર યુવતીઓ મળી આવી હતી. આ યુવતીઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવાતો હતો. આ યુવતીઓ નેપાળ, મુંબઈની હતી. આ યુવતીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, ભરતસિંધી અને તાન્યા નામના દલાલો વતનમાંથી આ યુવતીઓને અહીં લાવી કુટણ ખાનું ચલાવતા હતા. બાદમાં તપાસ કરતા સામે આવ્યું કે, હોટલના માલિક દોલત પેશવાની અને મેનેજર સૌરભ બહારથી ગ્રાહકો બોલાવી આ રેકેટ ચલાવતા હતાં.

હોટલ સંચાલક અને બે દલાલ ફરાર
તપાસ કરતા 4 ગ્રાહકો રૂમ નંબર 102માં મળી આવ્યા હતા. જેથી હવે પોલીસે ઈમમોરલ ટ્રાફિકિંગ એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી મેનેજર સૌરભની ધરપકડ કરી છે. જ્યારે હોટલ સંચાલક અને બે દલાલો સહિત ત્રણ લોકો ફરાર હોવાથી નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top