SURAT

જે યુવતી સાથે સેક્સ કર્યું તે ખરેખર તો પુરુષ હતો, સુરતના સ્પામાં દેહવ્યાપાર કરનારની હકીકત જાણી પોલીસ ચોંકી

સુરત: સુરતના (Surat) વેસુ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્પામાં દરોડા દરમિયાન પોલીસે કેટલીક યુવતીઓને દેહવ્યાપાર કરતા પકડી પાડી હતી, તે પૈકી એક યુવતીના નામ આગળ ‘મિસ્ટર’ નો ઉલ્લેખ જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. ખરેખર પકડેલી યુવતીઓમાં એક ટ્રાન્સજેન્ડર હતો. વાત જાણે એમ છે કે, વેસુ વિસ્તારમાં સફલ સ્કવેરમાં (Safal Square) રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં ચાલતું કુટણખાનું (Brothel) ઉમરા પોલીસે ઝડપી પાડ્યું હતું. રેઈડ દરમિયાન પોલીસે થાઈલેન્ડ અને કેનિયાની (Thailand and Kenya) મળીને કુલ 8 લલનાઓને તથા 6 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સંચાલન અને મેનેજરની ધરપકડ કરી હોટલના બે ભાગીદારોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

  • થાઈલેન્ડની યુવતીના પાસપોર્ટ પર ‘મિસ્ટર’નો ઉલ્લેખ જોઈ સુરત પોલીસ ચોંકી ગઈ, તપાસ કરતા ખબર પડી તેણે સેક્સ ચેન્જ કરાવ્યું છે
  • પોલીસે વેસુના સફલ સ્કેવરમાં ચાલતા રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી 8 લલનાને મુક્ત કરાવી તેમાં આ પુરુષ પણ સામેલ હતો

મળતી માહિતી મુજબ વેસુ ખાતે ઉધના-મગદલ્લા રોડ વેસુ સ્થિત સફલ સ્કેવરના ચોથા માળે રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલ ચાલે છે. આ હોટેલની આડમાં સ્પા (Spa) અને કુટણખાનું ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી હોટલ સંચાલક મીતુલ મગન પટેલ (ઉ.વ. 38 રહે. એ 203, ગોકુલધામ ટાઉનશીપ, ન્યુ ડીંડોલી), મેનેજર નફીસ અહેમદ અંસારી (ઉ.વ. 40), સ્પાના કર્મચારી સંજીત દેવેન મહંતો (ઉ.વ. 21 બંને રહે. એ 85, ઓફિસ નં. 1, સફલ સ્કેવર, ઉધના-મગદલ્લા રોડ) ને ઝડપી પાડ્યા હતા. આ સિવાય ગ્રાહક પિયુષ અશોક ઝડપીયા, સુમીત શશીભાઇ રાજપૂત, પારસ રમેશ જૈન, અંગદ મોતીપ્રસાદ પ્રજાપિત, કલીમ સલીમ સૈયદની ધરપકડ કરી હતી.

રેઈડ દરમિયાન પોલીસે બે વિદેશી સહિત 8 મહિલાઓને મુક્ત કરી હતી. દેહવિક્રય કરતી થાઇલેન્ડ અને કેન્યાની બે યુવતી પણ ઝડપાઈ હતી. 8 લલના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુક્ત કરાઈ છે. સંચાલકો હોટલમાં મસાજના બહાને આવતા ગ્રાહક પાસેથી 2 હજાર રૂપિયા વસૂલતા હતા. અને તેમાંથી 1 હજાર લલનાને આપતા હતા. રેઈડ દરમિયાન પોલીસે હોટેલમાંથી રોકડા 8 હજાર, 2 મોબાઈલ ફોન મળી કુલ 23 હજારનો મુદ્દામાલ તથા 8 નંગ કોન્ડોમ કબજે કર્યા હતા. ઉમરા પોલીસે હોટલના ભાગીદાર અને માલીક શૈલેષ કુવરજી કેવડીયા (રહે. 83, ભક્તિનગર સોસાયટી, એ.કે. રોડ, વરાછા) તથા ભાવેશ ભગવાન પટેલ (રહે. 10, જલારામનગર સોસાયટી, ડુંભાલ) ને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે.

દરમિયાન થાઈલેન્ડની જે યુવતી પકડાઈ હતી તેના નામ આગળ મિસ્ટરનો ઉલ્લેખ જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. તપાસ કરતાં ખબર પડી કે તે ખરેખર યુવતીની નહીં પરંતુ પુરુષ છે, જેણે જેન્ડર ચેન્જ કરાવ્યું છે. તેની પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી જે સાંભળી પોલીસ ચોંકી ઉઠી હતી. પુરુષ હોવા છતાં તે સ્ત્રી તરીકે એટલો આબેહૂબ દેખાતો હતો કે પોલીસને પણ ખ્યાલ આવ્યો નહોતો. કે તે સેક્સ ચેન્જ કરાવી સ્ત્રી બન્યો છે.

આ પુરુષે પોતાની મરજીથી જેન્ડર ચેન્જ કરાવ્યું હતું અને જેન્ડર ચેન્જ કરાવવા પાછળનું કારણ એ હતું કે તે પુરુષ વેશ્યાવૃત્તિ કરીને પૈસા કમાવવા માંગતો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, થાઈલેન્ડમાં દેહવ્યાપાર ખૂબ મોટા પાયે ફેલાયેલો છે. તેથી ત્યાં અનેક યુવકો આવક માટે જેન્ડર ચેન્જ કરાવી દેહવ્યાપાર કરે છે. નવાઈની વાત એ છે કે આ ટ્રાન્સજેન્ડર છેલ્લાં 6 મહિનાથી સુરતમાં દેહવ્યાપાર કરતો હતો અને અનેક લોકોએ તેની ‘સર્વિસ’ માણી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં મોટા પ્રમાણમાં ટ્રાન્સજેન્ડર દેહવ્યાપાર માટે આવી રહ્યાં છે. થોડા સમય અગાઉ બેંગ્લોરમાંથી પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો.

Most Popular

To Top