કાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આડેધડ વિકાસના કામો છતાં હોવાના આક્ષેપો સહિત ગટરનું પાણી દીવાની પાઇપ લાઇન સાથે મિક્સ થવાની શક્યતાઓને જોતા સ્થાનિક રહીશ રમજાની યાકુબ ધડા રે મોટા મહોલ્લા દ્વારા મુખ્યમંત્રી સહિત વિકાસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત વેજલપુરને લેખીત રજુઆત કરી જણાવ્યુ છે કે હાલમા મેઈન બજાર હોળી ચકલામા મોટી મસ્જિદ થી નાનીમસ્જીદ સુધી પીવાના પાણીની પાઈપ લાઈન ઉપર ગટર લાઈન હોવાથી આ લાઈનનો કામકાજમાં વેઠ ઉતાર કામગીરી કરી કોંક્રિટ થી યોગ્ય રીતે કામ પુરાણ કર્યા વગર કોન્ટ્રાક્ટર અને એન્જીનીયરની ગેરહાજરીમાં પંચાયત દ્વારા કામ કરાવ્યું હોવાથી ગટર લાઈન અને પીવાના પાણીની લાઈન મિક્સ થવાની સંભાવના હોવાથી મોટો રોગચાળો ફાટી નીકળે તેમ હોય તાકીદે આ કામ બંધ કરાવવા જોઈએ અન્યથા રોગચાળાની જવાબદારી વહીવટીતંત્રની બનશે તેવી રજૂઆતો કરાઈ છે.
સક્ષમ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરાવવા ઉપરાંત વેજલપુર પંચાયત દ્વારા કરાયેલા કામોમા ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી ગામમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનની પણ ઊંડાણપૂર્વક તપાસ કરાવવા માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જોકે ગટર લાઈનનું કામકાજ પૂર્ણ કર્યા બાદ તેનું પુરાણ કરી દેવામાં આવ્યું હોવાની પણ જાણકારી મળી રહી છે.