આજે સુરત શહેરના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડે, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કો ઓર્ડીનેટર ચિત્રેશ અનાજવાલાની આગેવાનીમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
- કોંગ્રેસ યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય તેમજ સુરત શહેર મંત્રી ભરત પ્રજાપતિ, ઉધના વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ અવઘેશસિંહ રાજપુત AAPમાં જોડાયા
- ભાજપ શહેર કારોબારી સભ્ય જીતુભાઈ કુંભાર AAPમાં જોડાયા
સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવનાર ઉમેદવારોને ઉભા રાખશે અને આમ આદમી પાર્ટી આવનારી મનપાની ચૂંટણીમાં ચોક્કસ નવો ઇતિહાસ રચશે.
લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી એક યુવા પાર્ટી છે અને સુરતના યુવાનોને અમે અપીલ કરીએ છીએ કે આવનારા રાજનૈતિક બદલાવવામાં જોડાવા માટે અને સુરત શહેરને નવું યુવા નેતૃત્વ પૂરું પાડવા માટે વધુમાં વધુ સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાય. આ પ્રસંગે AAP નેતા મહેન્દ્ર નાના પાટીલ અને શંભુ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ આગેવાનો આપમાં જોડાયા
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કો ઓર્ડીનેટર ચિત્રેશ અનાજવાલાએ મીડિયા નોંધમાં જણાવ્યું હતું કે, સુરત શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શંભુભાઈ પ્રજાપતિના દિકરા અને યુવા મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય તેમજ સુરત શહેર મંત્રી ભરત પ્રજાપતિ AAPમાં જોડાયા. પ્રમુખ – 164 ઉધના વિધાનસભા કોગ્રેસ પક્ષ, કામદાર નેતા અને 35 વર્ષથી વિવિધ હોદ્દા પર રહી આજ દિન સુધી સંગઠનમાં કામગીરી બજાવનાર અવઘેશસિંહ રાજપુત (ઉત્તર ભારતીય સમાજ) AAPમાં જોડાયા. છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દા પર રહીને સંગઠનમાં કામ કરનાર હરિમંગલસિંહ રાજપૂત (ઉત્તર ભારતીય સમાજ), ઉઘના વિસ્તારના સક્રિય યુવા આગેવાન અને છેલ્લા વીસ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય ગિરીશ સોસા(સૌરાષ્ટ્ર દલિત સમાજ) AAPમાં જોડાયા.

કનુભાઈ દેસાઈ (રબારી) પ્રમુખ-સુરત શહેર માલધારી સેલ કોંગ્રેસ પક્ષ, પવન ચાવડા (ભરવાડ) – માલધારી યુવા સંગઠન ભટાર, જાવેદ રુસ્તમ (ઉતર ભારતીય – બિહાર) સુરત શહેર પૂર્વ મહામંત્રી, જીતુભાઈ સીતારામ કુંભાર(શહેર કારોબારી સભ્ય, ભાજપ), વિજય પાટીલ (સામાજિક આગેવાન મરાઠી સમાજ, ડીંડોલી), યોગેશ રોહીદાસ પાટીલ(સામાજિક આગેવાન, મરાઠી સમાજ, ડીંડોલી), મહેશ કુમાવત (શિક્ષણ સાથે સંકળાયેલા ગોડાદરા વિસ્તારના મરાઠી સામાજિક આગેવાન), સ્મિત શ્રવણ શર્મા (સક્રિય આગેવાન વોર્ડ ૧૬, કોંગ્રેસ) AAPમાં જોડાયા.