નવી દિલ્હી : દુનિયાની સાત આજાયબી (Seven Wonders) પૈકીનો એક ભારતનો તાજમહેલ (Taj Mahal) છે. વિશ્વ ભરમાંથી આ સ્થળની મુલાકાતે પર્યટકોની (Tourists) આવે છે. જે પ્રેમની અભિવ્યકિત દર્શાવવા માટે પણ જાણીતું સ્થાળ છે. તાજનો દીદાર કરવા આવનાર મુલાકતીઓ માટે આ એક જરૂરી ખબર છે. તાજ મહેલ ત્રણ દિવસ અને આગ્રાનો કિલ્લો (Agra Fort)બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી-20 દેશોમાંથી (G-20 Countries)આવનારા મહેમાનો અહીં આવનાર છે અને આ બને સ્થળોનું નિરીક્ષણ પણ કરવાના હોવાથી અહીં ભ્રમણકર્તાઓ માટે અને આવનારા મુલાકતીઓ માટે ત્રણ દિવસ તાજમહેલને અને બે દિવસ આગ્રાના કિલ્લાને બંધ રાખવામાંની એક સૂચના પ્રસાસન તરફથી જાહેર કરવામાં આવી છે.
- તાજનો દીદાર કરવા આવનાર મુલાકતીઓ માટે આ એક જરૂરી ખબર
- જાણો તાજમહેલ,આગ્રાનો કિલ્લો કેટલા દિવશો અને કયા કારણો સર બંધ રહેશે
- તારીખ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ બંધ રહેશે
જાણો તાજમહેલ કેટલો સમય બંધ રહેશે
આમતો સામાન્ય રીતે તાજમહેલ દર શુક્રવારે બંધ રહે છે જો કે જાહેર કરેલી આગામી તારીખ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ બંધ રહેશે. આગ્રાનો કિલ્લો 11 અને 12 ફેબ્રુઆરીએ સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યો છે જ્યારે ASIની વેબસાઇટ પર પણ આ અંગેની માહિતી મૂકી દેવામાં આવી છે. અગાઉ તાજમહેલ અને આગ્રાના કિલ્લાને 12 ફેબ્રુઆરીએ જ બંધ રાખવાની સૂચના જારી કરવામાં આવી હતી પરંતુ પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલયે મહેમાનોના પ્રવાસ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર કર્યો છે. જેના અધિક્ષકઅને પુરાતત્વવિદ્ ડો.રાજકુમાર પટેલે નવો આદેશ જારી કર્યો છે.
પ્રધિનિધિ મંડળ 10 ફેબ્રુઆરીએ મુલાકાતે આવશે
ઉત્તર પ્રદેશમાં કુલ 11 જી-20 સમિટ યોજાવાની છે જે ફેબ્રુઆરીથી ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ માટે ઉત્તર પ્રદેશના ચાર શહેરો આગ્રા, વારાણસી, લખનૌ, ગૌતમ બુદ્ધ નગરની પસંદગી કરવામાં આવી છે. કાર્યક્રમ આગ્રાથી શરૂ થશે. પહેલું પ્રતિનિધિમંડળ 10 ફેબ્રુઆરીએ આગ્રા પહોંચશે. આગ્રામાં ત્રણ દિવસ સુધી મહત્વની બેઠક યોજાશે. જેના કારણે આગ્રાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. G-20 પ્રતિનિધિમંડળ 11 ફેબ્રુઆરીએ મહિલા સશક્તિકરણ પરની કોન્ફરન્સમાં ભાગ લેશે. આ પ્રતિનિધિમંડળમાં 180 વિદેશી મહેમાનો ભાગ લેવા માટે જઈ રહ્યા છે . આ પછી મહેમાનો તાજમહેલ, આગ્રાના કિલ્લાની મુલાકાત લેશે.
તાજમહેલ ફક્ત રાજ્યના વડા માટે જ બંધ છે
અત્યાર સુધી તાજ મહેલને કોઈ પણ દેશના વડા, રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અથવા રાજા માટે જ બંધ કરવામાં આવતો હોઈ છે. તે ચાર કલાક માટે બંધ રહે છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેને G-20 દેશોના પ્રતિનિધિમંડળ માટે બંધ કરવામાં આવશે. આવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી. પરંતુ ઉપરોકત વિષયના અનુસંધાન માં તે ઘણી વખત બન્યું છે જ્યારે રાજ્યના વડાઓએ તાજને બંધ કરવાને બદલે સામાન્ય પ્રવાસીઓ સાથે જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારબાદ સેન્ટ્રલ ટાંકી સાથે નહેરોનો રસ્તો સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવે છે અને વીઆઈપી મહેમાનોને તાજના ગુંબજ સુધી લઈ જવામાં આવે છે.