અમદાવાદ: અમદાવાદના સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે. તેઓ અમદાવાદનાં જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા કરતા હતાં. ઈલાબેન પ્રથમ એવા ગુજરાતી મહિલા હતા જેમણે રેમન મેગ્સેસે એવોર્ડ મેળવ્યો હતો. તેઓને 1985માં ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો હતો અને અને ૧૯૮૬માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈલાબેન ભટ્ટનાં આવતી કાલે સવારે અંતિમયાત્રા યોજાશે
મહિલાઓ માટે કર્યા અનેક કામ
અમદાવાદમાં જન્મેલા ઈલાબેન ભટ્ટે મહિલાઓ માટે ‘સેવા’ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સેવા સંસ્થાનાં માધ્યમથી ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે છે અને સન્માન જનક આવક મળી રહે છે. પોતાના જીવનકાળ દરમિયાન તેઓએ મહિલાઓ માટે અનેક કામો કર્યા છે. સેવા સંસ્થામાં હાલમાં મહિલાઓ માટે અનેક પ્રોજક્ટ કાર્યરત છે જેનો લાખ્ખો મહિલાઓ લાભ લઈ રહી છે, મહિલાઓને રોજગાર અઆપ્વા માટે લોન મળે તે માટે શરુ કરવામાં આવેલા પ્રોજેક્ટનાં સમગ્રમાં વખાણ થવાની સાથે અનુકરણ પણ થયું હતું. ઈલાબેનએ સુરતની એમટીબી કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદમાં તેમણે કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી.
આ ક્ષેત્રોમાં આપી સેવા
ઇલાબેને ‘વિશ્વ મહિલા બેંક’ , ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનીવર્સીટી દ્વારા ઇલાબેનને ડોકટરેટની માનદ ઉપાધી એનાયત કરવામાં આવેલ છે. ઇલાબેનના કેટલાક પુસ્તકો જેવાકે ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ , અને ‘વી આર પુઅર બટ સો મેની’ માં તેમની વૈચારિક પરિપક્વતા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્તિકરણ માટેના પ્રયત્નો દ્રષ્ટિગોચર થાય છે.
ઇલાબેન ભટ્ટને અનેક એવોર્ડ મળ્યા
ઇલાબેન ભટ્ટે મહિલાઓ માટે કરેલા બદલ તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1977માં ઇલાબેનને રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો. જ્યારે 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો હતો. 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરા થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2010માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.