Gujarat

એલ ડી એન્જીનિયરીંગ કોલેજના હોસ્ટેલમાં કોવિડ સેન્ટર ઊભું કરો : કોંગ્રેસ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની ( CORONA) ભયંકર મહામારી ફેલાઇ છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ( PRIVATE HOSPITAL) બેડ હાઉસ ફુલ થઇ ગયા છે. ઇન્જેક્શનો, ઓક્સિજનની અછત સર્જાઈ છે, પરિણામે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના એલ.ડી.એન્જિનિયરિંગ કેમ્પસમાં તૈયાર થયેલા નવા હોસ્ટેલ બિલ્ડીંગમાં કોવિડ કેર સેન્ટર ( COVID CARE CENTER) શરૂ કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ( CM VIJAY RUPANI) ને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.


પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના દર્દીને હોસ્પિટલમાં જગ્યા મળતી નથી, ક્રીટીકલ કેર – ઓક્સિજન સાથેના બેડ વિના ઘણા પરિવારોએ પોતાના સ્વજન ગુમાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એલ.ડી. એન્જીનિયરિંગ કેમ્પસમાં બે વર્ષથી તૈયાર નવા બિલ્ડીંગમાં હાલ પુરતું કોવિડ કેર સેન્ટર તમામ સુવિધા સાથે શરૂ કરવા મુખ્યમંત્રીને વિનંતી છે.એલ.ડી. એન્જી. કેમ્પસમાં બે વર્ષથી તૈયાર હોસ્ટેલ બિલ્ડીંગમાં તમામ સગવડતાઓ ઉપલબ્ધ છે. કોવિડ સેન્ટરને ધ્યાનમાં લઈ જરૂરી તબીબી સાધનો – ઓક્સિજન સિલિન્ડર સહિતના ઈક્વિપમેન્ટના જ ખર્ચમાં ૫૦૦ બેડની વ્યવસ્થા થઈ શકે તેમ છે. તો અહી તાત્કાલિક ધોરણો કોવિડ- કેર સેન્ટર ઉભુ કરવામાં આવે તેવી વિનંતી છે.

રાજ્યમાં કોરોનાની સારવાર માટે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ઓક્સિજનની વધુ માંગ ઊઠી છે. જેના પગલે રાજ્યમાં રાજકોટ, ગોંડલ, ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, નવસારી, સુરત સહિત અનેક શહેરોમાં ઓક્સિજનની તંગી પેદા થવા પામી છે. માણસામાં તો કોવિડ કેર સેન્ટર બંધ કરવું પડ્યું છે.રાજ્યમાં કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાઈનો અને વેઈટિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ રેમડેસિવિર ઈન્જેકશનની પણ અછત વર્તાઈ રહી છે.


રાજ્યમાં 1 હજાર મે. ટન ઓકિસજનની જરૂરત પડી રહી છે. જ્યારે તેમાં 400 ટન ઓક્સિજન રિલાયન્સ દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે.
ગોંડલની બે હોસ્પિટલના સંચાલકો દ્વારા પણ એવી રજૂઆત કરાઈ છે કે જો અમને સતત ઓક્સિજનનો પૂરતો સપ્લાય નહીં મળે તો અમારે આવતીકાલથી હોસ્પિટલ બંધ કરવી પડશે. રાજકોટમાં ઓક્સિજનના અભાવે બે દર્દીઓનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ ઉત્તર ગુજરાતમાં ડીસામાં ઓક્સિજનના અભાવે 5 દર્દીઓનો મોત થયા છે.ગાંધીનગરમાં માણસા ખાતે પૂર્વ ધારાસભ્ય અમીત ચૌધરી જે શાળામાં સંચાલક છે ત્યાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જે હવે ઓક્સિજનના અભાવે બંધ કરી દેવાયું છે. માણસાના આ કોવિડ કેર સેન્ટરમાં 39 દર્દીઓને સારવાર અપાઈ રહી હતી. જો કે ઓક્સિજનની અછત સર્જાતા તેઓને ગાંધીનગરમાં સિફટ કરાયા છે.

Most Popular

To Top