આણંદ તા.9
આણંદના વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે સરકારી ફરજ બજાવતા તબીબ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાનમાં આવતા ડીડીઓએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ થતાં જીલ્લાભરમાં આરોગ્ય ક્ષેત્ર સહિત જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.
વડોદ ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે પરાગ કનુભાઈ ત્રિવેદી ફરજ બજાવતા હતા. આ ફરજ દરમિયાન તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ ખાસ ટીમ બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન વૈધ પરાગ ત્રિવેદી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું સ્પષ્ટ થયેલ હતુ. જેથી પરાગ કનુભાઈ ત્રિવેદીની આયુષ મેડિકલ ઓફિસરની 11માસની કરાર આધારિત સેવાઓ નવમી જાન્યુઆરી 23એ જ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. આથી, કરાર મુજબની સરકારી સેવાઓમાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના દ્વારા લેવામાં આવ્યો છે. જીલ્લા વિકાસ અધિકારીના સપાટાને પગલે સમગ્ર જીલ્લામાં ફરજ પ્રત્યે બેદરકાર રહેતા કર્મચારીઓ ફફડાટ વ્યાપી ગયો છે. આણંદના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અન્ય ડોક્ટરો પણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
વડોદના તબીબની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત
By
Posted on