તમે કોઇ પણ રેસ્ટોરાંમાં જાવ તો તમને ફુડબીલ સાથે સર્વિસ ચાર્જની ઉઘરાણી જોવા મળશે. આપણે પણ કોઇ હોટલમાં જઇએ છીએ અને બીલ હાથમાં આવે કે તેને જોવા કે ચકાસ્યા વગર તેને ભરપાઇ કરી દઇએ છીએ. એમાં જોવું જોઇએ કે આમાં કયા પ્રકારના ટેક્સ, જીએસટી કે સર્વિસ ચાર્જ આ ખુલ્લી લૂંટ સરકારની નજર સામે ચાલે છે. પરંતુ મોટે ભાગે સરકાર આંખ આડા કાન કરતી હોય છે. ફુડબીલ પર ફરજિયાત રીતે સર્વિસ ચાર્જ વસુલવા એ ગ્રાહકના અધિકારનો અને કાયદાનો ભંગ છે. રેસ્ટોરાં આ રીતે સર્વિસમાં જ વસૂલે છે ને અયોગ્ય છે.
તેઓ બિલમાં એવો ભ્રમ ઊભો કરે છે કે ગ્રાહક પર જીએસટીની જેમ અન્ય કોઇ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ટીપે ટીપે સરોવર ભરાય તેમ છે. અબજ રૂપિયા ગ્રાહકના ખિસ્સામાંથી સેરવી લેવાતા હોય છે. આપણા દેશની મોટામાં મોટી તકલીફ જ આ છે. આપણે સામે ચાલીને લૂંટાવા માટે તત્પર રહીએ છીએ. સર્વિસ ચાર્જ વસૂલતા હોય એવાં રેસ્ટોરાંને જે તે શહેરની મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશન દંડ ફટકારી શકે. તો જ આ ઉઘાડી લૂંટ સર્વિસ ચાર્જની અટકાવી શકાશે.
સુરત – શીલા ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.