અખબારના અહેવાલ અનુસાર એક રાજકારણીએ તેમના સમર્થક કાર્યક્રમ અને મતદારો તેમને જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેમને જણાવ્યું કે હું તમારો ગુલામ નથી. તમે વોટ આપ્યો એટલે તમે મારા માલિક બની જતા નથી. તમે મારા દોસ્ત નથી બની ગયા વગેરે. આ વાંચીને મને અચરજ થયું. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયાને 75 વર્ષ થઈ ગયાં છે. મને પ્રશ્ન એ થાય છે કે ખરેખર શું આપણે આઝાદ થઈ ગયા છીએ ખરા? ભ્રષ્ટાચારની ગુલામીમાંથી તો આપણે આઝાદ થયા જ નથી પરંતુ વાણીવિલાસ કે બકવાસ કરનારાં નેતાઓના પણ આપણે ગુલામ છીએ.
પ્રજાનાં સેવક તો એવાં હોવાં જોઈએ કે જે પ્રજાની વાત સાંભળીને પ્રજાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવે. આ જ નેતાઓ જ્યારે ચૂંટણી હોય ત્યારે મતદારોને પોતાના ભગવાન ગણે છે. પ્રજાનાં કામો થતાં ન હોય ત્યારે સ્વાભાવિકપણે જે તે વિસ્તારના લોક પ્રતિનિધિ સમક્ષ જ રજૂઆત કરવાની હોય છે. પ્રજાના સેવક તો સ્વપ્નદ્રષ્ટા હોવા જોઈએ. આપણા દેશમાં પ્રજાના સેવક માટે પણ કાયદા કાનૂન તો છે જ છતાં એનું પાલન થતું નથી. ફરજમાં રૂકાવટ, સરકારી સેવક પર હુમલો, ધમકી, સુલેહ શાંતિનો ભંગ, ધાર્મિક લાગણી દુભાવવી. આ બધા ગુનાઓ તો કેટલાક નેતાઓ ગજવામાં લઈને ફરે છે. એઓ ગુનો કરે તો પણ એમને કંઈ થતું નથી. એ પ્રજાની પણ લાચારી છે.
નવસારી – ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાતાવરણમાં કોઈ ફેરફાર ન થાય તો કેસર કેરીનો પાક બમણો છે
કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા સહિત ગીર વિસ્તારમાં ચાલુ વર્ષ કેરીનો ફાલ માટેના બોર ગત વર્ષ બમણા પ્રમાણમાં આવ્યા હોય વાતાવરણમાં કોઈ ફેરફાર ન થાય તો બમણા પાકની આશા અત્યારે રખાય છે. આ વર્ષ 95% બગીચામાં મોર પુરે પુરા આવેલા છે. આ વર્ષ એવું અનુમાન થાય કે તાલાલાનો કેસર કેરી ગરીબોના ઘર સુધી પહોંચી શકશે. સાવધાન ફેબ્રુઆરી માસમાં માવઠું આવે તો કેસર કેરીના મોર ખડી પડે છે. અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદથી આગાહી કરવામાં આવી છે.
– મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.