SURAT : નવી સિવિલ હોસ્પિટલ NEW CIVIL HOSPITAL) માં ડાયાબિટીસ ( DAIBITIS) અને પ્રેશરના (PRESSURE) દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સવારના સમયે લોકોને અલગ વોર્ડ વિશેની માહિતી મળતા જ લોકોએ સારવાર લેવા માટે લાંબી લાઇન લગાવી દીધી હતી. જીવલેણ ગણાતા કોરોનાનો ગંભીર વાયરસ ડાયાબિટીસ, સુગર ( SUGAR) અને પ્રેશરના દર્દીઓને પહેલા ટાર્ગેટ કરે છે અને તેઓને ગંભીર બીમારીમાં લાવી દે છે.
વિવિધ બિમારીઓથી પીડાતા દર્દીઓને જ્યારે કોરોના થાય છે ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર થઇ જાય છે. હાલમાં કોરોનાના કેસો પણ વધવા લાગ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડાયાબિટીસ સહિતની બીમારીઓના કેસોમાં પણ વધારો થયો છે. મેડિસીન વિભાગમાં ચાલતી ડાયાબિટીસ, પ્રેશર અને સુગરની ઓપીડીમાં જગ્યા ઓછી પડવાને કારણે દર્દીઓને પારાવાર હાલાકી પડતી હતી. આ માટે સિવિલ હોસ્પિટલના તંત્રએ અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. નવી સિવિલ હોસ્પિટલમાં પ્રવેશતાની સાથે જ જમણી બાજુ ઉપર એનસીડી નામથી અલગ કેબિન શરૂ કરવામાં આવી છે.
અહીં મેડિસીન વિભાગના ડોક્ટરો બેસીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ગુરુવારે સાંજથી જ એનસીડી કેબિન શરૂ કરી દેવામાં આવી હતી. જેની જાણ શુક્રવારે દર્દીઓને થતાં લાંબી લાઇન લગાવી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં એક તરફ દવાઓ લેવાની લાઇન અને તેની સામે હવે ડાયાબિટીસ, પ્રેશર અને સુગરના દર્દીઓની લાઇનોને લઇને મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. જો કે, તંત્રએ ઊભી કરેલી નવી વ્યવસ્થા કારણે દર્દીઓને અંશત: રાહત મળશે તેમ લાગી રહ્યું છે.
ગત રોજ બીજા રોગોની જેમ કોરોના સંક્રમણમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામા આવેલા આંકડા પ્રમાણે વધુ 74 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 53,655 થયો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કારણે નવું મૃત્યુ ન થતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. આજે શહેરમાંથી 51 અને જિલ્લામાંથી 04 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 52,066 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 452 એક્ટિવ કેસ વધીને થયા છે.
3 વિદ્યાર્થીઓ સહીત અનેક પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં શહેર અને જિલ્લામાં 3 વિદ્યાર્થીઓ સહિતનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે ટેક્સટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા 5 લોકો, કમ્પ્યુટર એન્જિનિયર, પ્યુન, સુરત કોર્ટના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, ફોટોગ્રાફર, મેનેજર, પાર્લે પોઇન્ટની એચડીએફસી બેન્ક શાખાના કર્મચારી, સચિન હોજીવાળાનો કર્મચારીને એક વેપારી સહીત અનેક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.