Business

શેરબજારનું અચાનક બદલાયું મૂડ, સેન્સેક્સમાં 760 પોઈન્ટનો વધારો

નવી દિલ્હીઃ ગઈકાલે ગુરુવારે શેરબજારમાં 350 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે શુક્રવારે બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. નિફ્ટી50 216 પોઈન્ટનો ઉછાળો નોંધાવીને 24,131.10 પર બંધ રહ્યો હતો. જ્યારે ટોચના 30 શેર સાથે સેન્સેક્સ 759.05 પોઈન્ટનો ઉછાળો નોંધાવી 79,802.79 પર પહોંચ્યો હતો. સેન્સેક્સમાં લગભગ 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી બેંક 148 પોઈન્ટ ઉછળીને 52000ની ઉપર બંધ રહ્યો હતો.

BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી માત્ર 3 શેરો જ ઘટ્યા હતા જેમાં પાવર ગ્રીડનો શેર 1.23 ટકા ઘટ્યો હતો. બાકીના 27 શેર વધ્યા હતા જેમાં ભારતી એરટેલના શેરમાં 4.30 ટકા, સન ફાર્માના શેરમાં 2.68 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.38 ટકા અને અદાણી પોર્ટના શેરમાં લગભગ 2 ટકાનો વધારો હતો.

આ શેરોએ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળાને ટેકો આપ્યો હતો. આ શેરોમાં 23 ટકાનો વધારો થયો હતો. અદાણી ગ્રીન એનર્જી શેર્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇન્ટ્રા-ડે દરમિયાન આ સ્ટોક એક પછી એક 4 વખત અપર સર્કિટ પર આવ્યો છે અને 23 ટકા વધ્યો છે. અદાણી ગ્રીન સવારે શેર દીઠ રૂ. 1,149 પર ખૂલ્યો હતો અને 23 ટકા વધીને રૂ. 1,337.20 થયો હતો.

NSE હેઠળ સપ્તાહના છેલ્લા દિવસે 115 શેરમાંથી 2,870 શેરનું ટ્રેડિંગ થયું હતું. જેમાં 1,742 શેરો વધ્યા હતા અને 1,043 શેરો ઘટયા હતા. બાકીના 85 શેર યથાવત રહ્યા હતા. જ્યારે 66 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા જ્યારે 20 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ થયા હતા. 115 શેરમાં અપર સર્કિટ અને 36 શેરમાં નીચલી સર્કિટ રહી હતી.

આ 10 શેર્સમાં સૌથી મોટો વધારો
અદાણી એનર્જી સોલ્યુશન 15 ટકા, LIC 5 ટકા, ભારતી એરટેલ 4.28 ટકા, ટોરેન્ટ ફાર્મા 4 ટકા, FACT શેર 12 ટકા, ભારતી હેક્સાકોમ શેર 5 ટકા, હુડકો શેર 4.80 ટકા છે. , પિરામલ ફાર્મા 10 ટકા, ઝી એન્ટરટેઇનમેન્ટ 5 ટકા અને એજીસ લોજિસ્ટિક્સનો શેર 4.10 ટકા વધીને બંધ થયો હતો.

Most Popular

To Top