Business

સેન્સેક્સમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો, નિફટી પણ ડાઉન

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે શુક્રવારે તા. 6 સપ્ટેમ્બરના રોજ સતત ત્રીજા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. સેન્સેક્સ-નિફ્ટી ઘટી રહ્યા છે. સેન્સેક્સ 100 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી 40 પોઈન્ટની આસપાસ ગગડી રહ્યો હતો. નિફ્ટી બેંક પણ 200 પોઈન્ટની નજીક ગબડી રહી હતી.

સેન્સેક્સ 30 પોઈન્ટના ઘટાડા સાથે 82,171 પર ખુલ્યો હતો. નિફ્ટી 52 પોઈન્ટના ઘટાડા સાથે 25,093 પર ખુલ્યો હતો અને બેંક નિફ્ટી 273 પોઈન્ટના ઘટાડા સાથે 51,200 પર ખુલ્યો હતો. સૌથી મોટો ઘટાડો બેન્કિંગ અને NBFC શેરોમાં નોંધાયો હતો.

  • સેન્સેક્સમાં 900 પોઈન્ટનો મોટો ઘટાડો, નિફ્ટી લગભગ 270 પોઈન્ટ તૂટ્યો
  • બેન્ક નિફ્ટીમાં લગભગ 550 પોઈન્ટનો ઘટાડો થયો હતો, મિડકેપમાં લગભગ 750 પોઈન્ટ્સનો ઘટાડો
  • નિફ્ટી PSE ઇન્ડેક્સ 2.2% ઘટ્યો, ઓઇલ અને ગેસ ઇન્ડેક્સ 2.2% ઘટ્યો
  • નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 3% નીચે, નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો

સેન્સેક્સના 30 શેરોમાંથી 28 ઘટી રહ્યા છે અને 2 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 47 ઘટી રહ્યા છે અને 3 વધી રહ્યા છે. NSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકોના શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં જાહેર ક્ષેત્રની બેંકોના શેર સૌથી વધુ ઘટ્યા છે. અગાઉ ગઈકાલે એટલે કે 5મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 82,201ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 53 પોઈન્ટ ઘટીને 25,145ના સ્તરે બંધ થયો હતો.

વિદેશી બજારો પણ નરમ
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.24% અને હોંગકોંગનો હેંગસેંગ 0.075% ડાઉન છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.11% વધ્યો અને કોરિયાનો કોસ્પી 0.86% ઘટ્યો છે. બીજી તરફ NSEના ડેટા અનુસાર વિદેશી રોકાણકારો (FII) એ 5 સપ્ટેમ્બરે 688.69 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DIIs) એ 2,970.74 કરોડના શેર ખરીદ્યા હતા. તા. 5 સપ્ટેમ્બરે અમેરિકન બજારનો ડાઉ જોન્સ 0.54% ઘટીને 40,755 ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, Nasdaq 0.25% વધીને 17,127 ના સ્તર પર બંધ થયો. S&P500 0.30% ઘટીને 5,503 થયો.

Most Popular

To Top