નવી દિલ્હી: ભારતીય શેરબજાર(Stock Market) માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ રહ્યો છે. વિશ્વભરના શેરબજારોમાં આવેલી તેજીના કારણે ભારતીય શેરબજારમાં સવારથી જ તેજી(boomed ) રહી હતી. રોકાણકારોની ખરીદીને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ(Sensex) ટ્રેડિંગ(Trading)ના અંતે 1276 પોઈન્ટના વધારા સાથે 58,065 પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 386 પોઈન્ટના ઉછાળા સાથે 17,274 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 58,000 અને નિફ્ટી(Nifty) 17,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. બુધવારે દશમીના તહેવારને કારણે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે.
શેર બજાર માં જોરદાર તેજી
ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે શેરબજારે શાનદાર પુનરાગમન કર્યું હતું. અને આજના ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેરો જોરદાર તેજી સાથે બંધ થયા હતા. બેન્ક નિફ્ટી 2.84 ટકા એટલે કે 1080 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.87 ટકા, નિફ્ટી એફએમસીજી 1.86 ટકા વધીને બંધ થયા છે. ઓટો, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 48 શેર વધ્યા હતા અને 2 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરોમાં ખરીદી હતી જ્યારે 2 શેર ઘટીને બંધ રહ્યા હતા. આજે ખાનગી બેંકિંગ શેર ઇન્ડસઇન્ડના શેરમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.
આ શેરોમાં ખરીદારી રહી
આ સિવાય આજે ટોપ ગેનર શેર ઇન્ડસઇન્ડ બેન્ક રહ્યો છે. બાય લિસ્ટમાં બજાજ ફાઈનાન્સ, ટીસીએસ, બજાજ ફિનસર્વ, એચડીએફસી, ટાટા સ્ટીલ, એલટી, વિપ્રો, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, આઈટીસી, ઈન્ફોસીસ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, કોટક બેંક, એચયુએલ, મારુતિ, રિલાયન્સ, એચસીએલ ટેક, નેસ્લે ઈન્ડિયા, એનટીપીસી, ટાટીન, ભારતી એરટેલ સહિતના ઘણા શેર સામેલ હતા.
વૈશ્વિક બજારમાં તેજી
સપ્તાહ અને મહિનાના પ્રથમ ટ્રેડિંગ દિવસે યુએસ માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 765 પોઈન્ટ વધીને 29,491 પર અને નાસ્ડેક 240 પોઈન્ટ વધીને 10,815 પર છે. S&P 500 પણ 2.59% ઉપર છે. અમેરિકન માર્કેટની અસર એશિયન માર્કેટ પર પણ જોવા મળી રહી છે. SGX નિફ્ટી 250 પોઈન્ટ વધીને 17,100ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.