આજનો સિનિયર સિટીઝન બાપડો નથી, અને જો હોય તો તેના કર્મ અને નસીબે ! ખેર ! આજનો સિ.સિ. હરે છે – ફરે છે અને ચરે (ખાય) પણ છે તે માટે સુરતમાં ઢગલાબંધ સિ.સિ. ગ્રુપો સારા-સારા વ્યકિતઓની લીડરશીપમાં સ્થપાયા છે, જેમ કે, હરિઓમ વરિષ્ઠ નાગરિક પરિવાર, સૂર્યપુર પરિવાર, સિનિયર સીટીઝન કાઉન્સીલ, સિ.સિ. એસોસીએશન, સિ.સિ. ઓર્ગેનાઈઝર, સિ.સિ. ફેડરેશન, વાત્સલ્ય પરિવાર, સમર્પણ વરિષ્ઠ નાગરિક પરિવાર, લાયન્સ કલબ, સલાબતપુરા સિ.સિ. કલબ, મોઢ વણિક સિ.સિ. કલબ વિવિધ નામોવાળી આ સંસ્થાઓમાં દર મહિને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો થાય છે અને વળી કાર્યક્રમના અંતે મોઘાં જમણ પણ હોય જેમાં ડાયાબીટીસને કારણે કે અન્ય તકલીફને કારણે ન ખાઈ શકાય તેવી વાનગીઓ વિના રોક ટોક મન ભરીને ખાવાની મળે છે. જ્ઞાન-સાથે ગમ્મત, ફિલ્મી ગીતો ગાવાના (કારણકે સિસ્ટમ પર) અને સાથે નાચવાનું પણ ખરું જ. હા આને માટે થોડા રૂપિયા ખર્ચવા પડે છે તેટલો ખર્ચ થાય તેવી મૂડી જો ગાંઠે બાંધીને રાખી હોય તો તેને બાપડો બની જ રહેવું પડે, તેમાં વાંક પોતાનો જ ગણવો, બીજાને દોષ દેવો નહીં, ઘરમાં રહી કોઈને કાંઈ ન કહેવું…. ભજન ગાવું.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સિનિયર સિટીઝન્સની વાહ-વાહ
By
Posted on