૫૦ – ૫૫- ૬૦ પૂરાં કર્યાં, હવે ખભા ઊંચકવા છે, ચોકકા – છક્કા મારવા છે, હવે જ ખરી મજા છે.તનથી થાક્યો છું જરા, મનથી હાર્યો જરાય નથી. હવે બમણા ઉમંગથી રમવું છે. હવે જ ખરી મજા છે.ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો, કેટલું બધું સહન કર્યું! હવે આ બધું ગણકારવું નથી.હવે જ ખરી મજા છે.આઉટ થવું મંજૂર છે, રીટાયર્ડ હર્ટ થવું નથી, ખુમારીથી રમ્યો છું, ખુમારીથી રમવું છે,હવે જ ખરી મજા છે.સેન્ચુરી ભલે ના થાય, 70, 80 માં આઉટ ભલે થવાય, બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,હવે જ ખરી મજા છે. ટીમને જીતવા જોઈતા રન કરી લીધા, બાકીનું હવે ટીમ પર છોડી, મારે મારી રીતે રમવું છે, હવે જ ખરી મજા છે.સામે ઉભેલો પાર્ટનર, છેલ્લે સુધી સાથ આપે તો એક યાદગાર ઈનીંગ રમવી છે,હવે જ ખરી મજા છે. મારાં ૬૦ વર્ષ વટાવી ચૂકેલા મિત્રોને અને વડીલોને અર્પણ.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સિનિયર સીટીઝનની વિચારધારા, ક્રિકેટીય ભાષામાં
By
Posted on