સુરત: સુરત(Surat) શહેર અને જીલ્લામાં ભારે વરસાદ(Heavy Rain) વરસતા જન જીવન પ્રભાવિત થયું છે. હવામન વિભાગ દ્વારા હજુ ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ વચ્ચે ઓલપાડ(Olpad)માં ભારે વરસાદનાં પગલે સેનાખાડી(SenaKhadi) ઓવરફલો(Overflow) થતા ચારે તરફ ખાડીના પાણી ફરી વળ્યા છે. સેનાખાડી ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ઘરો(Home)માં પણ ઘૂસી ગયાં હતાં. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઓલપાડમાં વહેલી સવારે 4થી 6 બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. ભારે વરસાદના કારણે ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી છલકાઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં મકાનોમાં પણ પાણી ઘૂસી ગયાં છે.
લોકોએ આખી રાત ઘરોમાંથી પાણી ઉલ્લેચીયા
ઓલપાડ તાલુકાની સેના ખાડીના કિનારે બનાવેલા સરદાર આવાસ વિસ્તારમાં કમર જેટલાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઇ ગયા હતા. આખી રાત સરદાર આવાસના લોકોએ ઘરોમાં ભરાયેલા પાણી ઉલ્લેચીયા હતા. જયારે અન્ય વિસ્તારમાં કમર જેટલાં પાણી ભરાતા કેટલાક પરિવારો રાત્રે જ બાળકો સાથે સુરક્ષિત જગ્યા પર નીકળી ગયા હતા. જયારે અન્ય પરિવાર પોતાનું ઘર નહીં છોડતા મુસીબતમાં મુકાયા હતા. ઘરોમાં પાણી ધૂસી જતા ઘર વખરીનો સામાન પલળી ગયો હતો. બીજી તરફ ઓલપાડની પૂર્વ પટ્ટી ગણાતા વિસ્તારમાં વરસાદ પ્રમાણસર હોવાથી ત્યાં કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાઈ નથી. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સુરત શહેરમાં વરસાદી માહોલ યથાવત
સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. સુરતના રાંદેર ઝોનમાં સવારના આઠ વાગ્યા સુધીમાં 36 મિમી વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટાંને લઈને વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદને લઈને જનજીવન તરબતર થઈ ગયું છે. ધીમી ધારે વરસતો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. આ વારસદનાં પગલે ખેડૂતોને ઊભા પાકને ઘણો ફાયદો થઈ રહ્યો છે.
વરસાદી આંકડા (રાત્રિના 12થી સવારના 8 સુધી)
સેન્ટ્રલ 19 મિમી
રાંદેર 36 મિમી
કતારગામ 22 મિમી
વરાછા(એ) 7 મિમી
વરાછા(બી) 22 મિમી
લિંબાયત 0
અઠવા 1 મિમી
ઉધના 0