અગાઉ ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ મુદ્દે આપણે નિષ્ક્રિયતા દાખવી હતી તેનાથી ઘણી તકો ગુમાવી છે. 1960ના દાયકામાં ભારતે ફેરચાઈલ્ડ સેમિકન્ડક્ટર્સ જેના સ્થાપકોએ ઇન્ટેલની રચના કરી હતી. તેમાં સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ સ્થાપનાની દરખાસ્તની અવગણના કરી હતી. જે પાછળથી મલેશિયામાં તબદીલ થઈ હતી. સેમિકન્ડક્ટર્સમાં દાયકો સુધી આપણી બહુ ઓછી કે બિલકુલ હાજરી જ નહોતી. જે 2007માં ઈન્ટેલના તત્કાલીન ચેરમેન કેગ બેરેટે ખુલાસો કર્યો જે પણ હવે છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન મોદીએ એક મજબૂત ઈન્ડિયા ફર્સ્ટ રાજકીય દૃષ્ટિકોણ અને દેશના ભ બેટાય વિશે વ્યૂહાત્મક સ્પષ્ટતા સાથે માર્ગ બદલી નાખ્યો છે. તેમણે ભારતની ઈલેક્ટ્રોનિક્સ ઈકોસિસ્ટમનું પુન: નિર્માણ કર્યું છે. સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી ઈકોસિસ્ટમમાંની એક બનાવી છે.
વળી ડિજિટલને ઈકોનોમીના વિસ્તરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યુ છે. વૈશ્વિક માર્કેટમાં નોંધપાત્ર હિસ્સો સુરક્ષિત કર્યો છે. વળી તેણે સેમિકન્ડક્ટર ડિઝાઈન સ્ટાર્ટસફરના વિકાસને ઉત્તેજીત કર્યો છે. વૈશ્વિક મેજર્સ સાથે ભારતની વૈશ્વિક ભાગીદારીને ટેકો આપ્યો છે. સેમિકોન રોકાણ માટે વૈશ્વિક કંપનીઓના ભારત પરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે જે સેમિકન્ડક્ટર જો મરી સ્પેસમાં વિશ્વની મોટી કંપની માઈકોન ગુજરાતમાં રોકાણની જાહેરાત કરી છે. જે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ આપણા વડાપ્રધાનના મિઝનને પરિપૂર્ણ કરવા માટે પ્રયાસરત છે. જે કેટલાક પડોશી દેશો 30 વર્ષ અને ઘણો ખર્ચ કરી ચૂક્યા છે. પણ હજી પણ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે. પણ હવે આપણે સેમીકોન રાષ્ટ્ર બનવા તરફ છે. જય સેમી કોન.
ગંગાધરા – જમિયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સુરત બેફામ કેમ?
સુરત હવે કોસ્મોપોલીટન સીટી બની ગયું છે. દિવસે દિવસે બેફામ થતું જાય છે. દરરોજ કોઇક મર્ડર કેસ સામાન્ય થઇ ગયું છે. લૂંટફાટ, બેંક લૂંટની ઘટના સુરતમાં કોઇ દિવસ સાંભળવા નહીં મળતું. પણ હવે તેવા કેસ બેફામ થઇ ગયા છે. સાયબર ક્રાઇમે તો હદ વટાવી છે. વિધર્મીકરણ, શારીરિક છેડછાડ પણ છે જે કહે છે કે લોકો સુરક્ષિત નથી. બેફામ માફિયાગીરીએ ભરડો લીધો છે. તેના વધારે પડતા કેસ આવા પાંડેસરા અને સચીનમાં સાંભળવા મળે છે. આટલું સખત તંત્ર કહેવાતું હોય તો આવું કેમ? ક્રિકેટ પર સટ્ટા, જુગારના અડ્ડા, ડ્રગ માફિયા દરરોજ છાપામાં આવા સમાચાર સોશ્યલ મિડિયા પર વાંચીને મગજ ફાટી જાય છે. આ આપણું સુરત છે? આવનાર પેઢીનું ભવિષ્ય શું? છોકરી ઘરેથી બહાર નીકળે ત્યારે તે પાછી ન વળે ત્યાં સુધી મા-બાપને ચિંતા થાય છે. આવા અસામાજિક તત્ત્વને પકડીને સખત પગલાં લેવાની જરૂર છે.
સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે