Vadodara

ઝુપડાંમા ગાંજાનુ વેચાણ કરતા શખ્સને સમાથી ઝડપી પડાયો

વડોદરા: શહેરના સમા વિસ્તારમાં ખાસ ઝુપડુ બાંધી તેમા ગાંજાનું વેચાણ કરતા શખ્સને સમા પોલીસે દરોડા પાડી પકડી પાડ્યો હતો. પોલીસે કુલ 900 ગ્રામ ગાંજો રૂ.9 હજારની કિંમતનો કબ્જે કરી આ ગાંજના મુખ્ય સપલાયરને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ, સમા પોલીસ સ્ટેશનના કર્મીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પાસે આવેલા ઝુપડામાં એક શખ્સ ગાંજાનું વેચાણ કરે છે. પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડા પાડી અરવિંદ નરસિંહભાઈ પ્રજાપતિ (રહે, ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા)ને ઝડપી પાડ્યો હતો.

અને તેના ઝુપડામાં તપાસ કરતા કુલ 900 ગ્રામ ગાંજો રૂ.9 હજારની કિંમતનો મળી આવતા કબ્જે કર્યો હતો. તેમજ વજન કાંટો, મોબાઈલ વગેરે જેવું મળી કુલ રૂ.20 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ગાંજાના સપલાયર અંગે પકડાયેલ શખ્સની પછપરછ કરતા મુકેશ દેવજીભાઈ સવાણી(રહે, ફતેગંજ)નું નામ ખુલ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ અરવિંદ અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનના ચાર જેટલા એનડીપીએસ તથા પ્રાહિબીશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ શખ્સને મુદ્દામાલ કોણ અને કયાંથી સપ્લાય કરતુ હશે તે તપાસનો વિષય પોલીસ માટે બની ગયો છે.

Most Popular

To Top