Charchapatra

શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી પનીરના વિક્રેતાઓ

આજકાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારની વૈભવી હોટલો તેમજ રેસ્ટોરન્ટ અને નાના મોટા ધાબાઓ પર છડેચોક મોટા પાયે નકલી પનીર ગ્રાહકોને જમણવારમાં પીરસવામાં આવી રહ્યું છે જે નાગરિકોના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે, આ સમગ્ર કાંડ માટે જે તે વિસ્તારની મહાનગર પાલિકા, નગરપાલિકા તેમજ ખાદ્ય પદાર્થ વિભાગના અધિકારીઓ યેનકેન પ્રકારે જવાબદાર છે. નકલી પનીરના વિક્રેતાઓ વેપારીઓને વહેંચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેમ છતાં ય આજ સુધી આ નકલી પનીરના વિક્રેતાઓ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતા નાગરિકોમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળતી હોવા છતાં ય ખાદ્ય પદાર્થ અને એફ એસ એલ વિભાગ આંખ આડા કાન કરે તે કેટલા અંશે જવાબદાર ગણાય?

મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગના અમલદાર કેમ હોટલો અને રેસ્ટોરન્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી આવા નકલી પનીરના સેમ્પલો લઈ કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે સમજોતા પ્રક્રિયા અપનાવી નકલી પનીર કાંડને દબાવી દેતા હોવાના વ્યાપક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આવી તમામ નકલી પનીર ની ફેક્ટરિયો પર તાત્કાલિક અસરથી દરોડા પાડી બુલડોઝર ફેરવી તેઓની મિલકતોની તપાસ કરાવી તમામ સ્થાવર મિલકતોને ટાંચમાં લઈ કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગા કરવા જોઇએ.
બાપોદ જકાતનાકા વડોદરા    – રાજેશ ગોડિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top