GANDHINAGAR : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા પ્રસ્થાપિત ‘ચાણક્ય –એવોર્ડફોર ટીચર એજ્યુકેશન’ (CHANKAY AWARD FOR TEACHAER EDUCATION) માટેની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પુરસ્કાર સમગ્ર દેશમાંથી શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રમાં પોતાનું વિશિષ્ઠ યોગદાન આપનારા શિક્ષક પ્રશિક્ષક, શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન તથા શ્રેષ્ઠ શિક્ષક તાલીમાર્થીને પસંદ કરીને આપવામાં આવશે. ચાણક્ય પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા તા. 1 ફેબ્રુઆરી, 2021થી શરૂ થઈ ચૂકી છે. આ પુરસ્કારો માટે અરજી તથા નામ સૂચન કરવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2021 છે.
ચાણક્ય પુરસ્કાર વિશે વાત કરતા કુલપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સૂચનોને અનુસરીને ચાણક્ય પુરસ્કાર પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા શિક્ષક પ્રશિક્ષકો અને શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક પહેલ છે. શિક્ષક પ્રશિક્ષણ એવી વ્યવસ્થા છે, જેના માધ્યમથી તૈયાર થયેલાં શ્રેષ્ઠ શિક્ષકોને સમાજ સન્માને છે, પરંતુ એ શ્રેષ્ઠ શિક્ષકોને ઘડનારા શિક્ષક પ્રશિક્ષકો અને તેમનું યોગદાન હંમેશાં નૈપથ્યમાં જ રહે છે. આથી આ પુરસ્કારના માધ્યમથી અમે શિક્ષક પ્રશિક્ષકોનું મહત્ત્વ, તેમના કાર્યની ગરીમા અને સમાજમાં તેમની ભૂમિકાના પુનઃસ્થાપનનો એક પ્રયાસ કરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં કહ્યું કે, “પુરસ્કાર માટે પસંદગી પામેલાં શ્રેષ્ઠ શિક્ષક તાલીમાર્થીને રૂ. 25 હજાર, શ્રેષ્ઠ શિક્ષક પ્રશિક્ષકને રૂ. 50 હજાર અને શ્રેષ્ઠ શિક્ષક પ્રશિક્ષક સંસ્થાને રૂ. એક લાખના રોકડ પુરસ્કાર ઉપરાંત સ્મૃતિ ચિહ્ન અને પ્રમાણપત્ર એનાયત થશે.”
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 5 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં ફોરવોર્ન્ડ ઇઝ ફોરઆર્મ્ડ સંદેશ ઊભરી આવ્યો
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ભારત સરકારના ગૃહ મંત્રાલય (એમ.એચ.એ.) હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા) દ્વારા આયોજિત પોલીસ કમિચારીઓ માટે ‘ઇન્ટેલિજન્સ ટ્રેડક્રાફ્ટ અને ડિસરપ્ટિવ એક્ટિવિટીઝમાં તેનો ઉપયોગ’ વિષય પર પાંચ દિવસીય તાલીમ કાયિક્ર્મ એ વિ. એસ. કે. કૌમુદી (આઈપીએસ), વિશેષ સચિવ, એમ.એચ.એ.ના સંબોધન સાથે પૂર્ણ થયો હતો. કૌમુદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ફોરવોર્ન્ડ ઇઝ ફોઆર્મ્ડ” અને ભારતભરમાં કાર્યરત વિવિધ ઇન્ટેલિેજન્સ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવાવી જરૂર છે. તેમણે યુનિવર્સિટીને તેના પ્રયાસ માટે પ્રશંસા કરી હતી, જે સમગ્ર રાષ્ટ્રમાં ઈન્ટેલિજન્સ સંચાલકોની ક્ષમતાઓને સમૃદ્ધ બનાવવામાં ઘણી આગળ વઘશે. તેમણે ઈન્ટેલિજેન્સ સમુદાય સમક્ષ અનેક પડકારોની સૂચિ આપી જેમાં સાયબર સ્પેસમાંથી ઉભરતા પડકારો અને ડેટા માઈનિંગનો સમાવેશ થાય છે.
સભ્ય એનએસએબી અને કાર્યક્રમના આર્કિટેક્ટ એવા નિવૃત્ત આઈપીએસ અવધેશ માથુરે જણાવ્યું હતું કે, વિહંગાવલોકન પૂરો પાડતી ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં આ પહેલા માત્ર એક શરૂઆત છે અને આરઆયુ સુરક્ષા એજન્સીઓ માટે વધુ વિસ્તૃત અને કસ્ટમાઈઝ્ડ પ્રોગ્રામ્સની જરૂરિયાતોને પૂર્ણ કરશે.