Charchapatra

માંગનારાઓ: મંદિરની અંદર અને બહાર

આપણે સૌ પ્રભુનાં સંતાનો છીએ. જગતના કર્તાહર્તાને ખબર જ છે કયે સમયે કોને શું આપવું? છતાં દરરોજ મંદિરે જતાં દર્શનાર્થીઓ પ્રભુ પાસે કંઇક ને કંઇક માંગતાં જ રહે છે. પોતાની લાયકાત પ્રમાણે મને આપ’ એવું તો કોઇ કહેતું જ નથી. મંદિરના દરવાજા પર અને બહાર ભીખ માંગનારાઓ છે.  આમ, અંદર અને બહાર માંગનારાઓ છે અને પ્રભુને લાંચ આપનારાઓ પણ છે. મારી આ ઇચ્છા પૂરી થશે તો હું આટલો પ્રસાદ ચડાવીશ. જે માત્ર પૂજા – અર્ચના કરવા જ, સત્સંગ માટે મંદિરે જાય છે તેને માટે ઉમાશંકર જોશીની આ પંકિત: ત્રણ વાના મુજન મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ, બહુ દઇ દીધું નાથ!’ જા, ચોથું નથી માંગવું. ઇશ્વરે આપણને કામ કરવા માટે હાથ, મુશ્કેલી રસ્તો કાઢવા મસ્તક અને સંવેદના ઝીલવા હૈયું આપ્યું છે. જા, ચોથું નથી માંગવું.
સુરત     – વૈશાલી જી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top