વડોદરા: નેશનલ હાઇવે 8 પર એપીએમસીની સામે ડ્રીમવિલા તરફના રોડ પર આવેલા ગલ્લાનું તાળુ તોડવાનો પ્રયાસ કરનાર વિધર્મીને એટકાવાતા તેણે સિક્યુરિટી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો દરમિયાન અન્ય પાનગલ્લાનો માલિકે આવી જતા વિધર્મીે સિક્યુરિટી ગાર્ડ પર ચાકુના ઉપરા છાપરા ઘા ઝિકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને હત્યારની શોધખોળ હાથ ધરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાધ ધરી છે.
મૂળ આણંદ જિલ્લાના અને હાલમાં વાઘોડિયા ચોકડી પાસેના રામજી મંદિરના બાજુમાં મારિતિધામ સોસાયટીમાં રહેતા હરીભાાઇ રૂડાભાઇ ભરવાડ (ઉં.વ. 54) નો પુત્ર સુરેશ ભરવાડ નેશનલ હાઇવે પર આવેલા 8 ખાતેના એસીપીએમસી માર્કેટ સામે નિમનિખી નર્સરવાળી જગ્યો આવેલા શ્રી ્અંબે ટ્રાન્સપોર્ટમાં ચાર વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ટ્રાન્સપોર્ટની સામે ધર્મેશભાઇનો પાનનો ગલ્લો છે. રવિવારે મા઼ડી રાત્રે સુરેશ રાબેત મુજબ ટ્રાન્સપોર્ટમાં ફરજ હાજર હતો. તે દરમિયાન રાત્રના બારવાગ્યાના અરસામાં આરીશ ગનીમિયા શેખ બાઇક લઇને આવ્યો હતો અને પાનના ગલ્લાનું લોક તોવડાનો પ્રયાસ કરતો હતો.
જેથી સુરેશ પાનના ગલ્લાના માલિકને પોન કર્યો હતો ત્યારબાદ વિધર્મીને રોકવાનો પ્રયત્ન કરતા તેણે સુરેશ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન ઉશ્કેરાઇને પોતાના પાસાને ધારદાર ચાકુ વડે છાંતિમાં ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.દરમિાયન પાનના ગલ્લા માલિક સહિત બે જણા દોડી આવતા હુમલાખોર વિધર્મી ભાગી ગયો હતો પરંતુ ધર્મેશભાઇએ પોલીસને જાણ કરતા પોલીસના ધાડેધાડા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને હત્યારની વિધર્મીને શોધખોળ કરતા એપીએમસી વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામા્ આવ્યો હતો. પોલીસ દ્વારા આરીફ ગનીમીયા શેખ (રહે, ચીસ્તીયા એપાર્ટમેન્ટ ગેંડા ફળિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરીફ ગનીમીયા શેખ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયાં
હાથીખાના વિસ્તારમાં રહેતો આરીફ ગની શેખ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઇપીકો 307 મુજબ ગુનો નોંધાવવા સહિતના અન્ય પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનો નોંધાય છે.સયાજીપુરા વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપવા માટે જતો હતો. તે વેળા સિક્યુરિટીવાળા ટોકતા તેને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દધી હતો.
સ્થળ પરથી ચાકુ અને બાઇક કબજે કરાયાં
આરીફ શેખ એપીએમસીની વિસ્તારમાં ગલ્લાની પહેલા રેકી કરી ગયો હતો તેને જાણવા મળ્યું હતું કે ડ્રીમવીલ પાસેનો ગલ્લો બંધ છે. ત્યારબાદ તેને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે મોડી રાત્રે યાકુ સાથે બાઇક પર આવ્યો હતો. બાઇક ઉભી રાખી ગલ્લાનું તાળ તોડતો હતો તે વેળા સુરેશ ભરવાડે અટકાવતા તેની હત્યા કરી નાખી હતી બાદમાં સ્થળ પર ચાકુ અને બાઇક મુકી ફરાર થઇ ગયો હતો.
સુરેશ ભરવાડના એક મહિના બાદ લગ્ન હતા
એપીએમસી માર્કેટ સામે ટ્રાન્સપોર્ટ ઓફિસમાં સુરેશ ભરવાડ ચાર વર્ષથી નોકરી કરતો હતો. છેલ્લા એક વર્ષથી તેઓ વડોદરામાં આવ્યા હતા અને આવતા મહિને તેના લગ્ન પણ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નના પૂર્વે યુવકની હત્યા કરતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લગ્સન રણાઇ વગાના જગ્યો ઘરમાં મરસીયા ગવાયા હતા.
મૃતદેહને પીએમ અર્થે SSGમાં ખસેડવામાં આવ્યો
સયાજીપુરા વિસ્પોતારમાં પોલીસની ટીમ પેટ્રોલિંગની કામગીરી હતી તે દરમિયાન મર્ડર થયું હોવાના વરધી મળતા ક્રાઇમ બ્રાન્ચ બાપોદ પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને સુરેશના ભરવાડના મૃતદેહને પીએમ કરવા અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપ્યો
પાનના ગલ્લાનું તાળુ તોડતી વેળા સુરેશ ભરવાડે અટકાવ્યો હતો ત્યારે તેની સાથે ઝઘડો કર્યા બાદ તિક્ષ્ણ ચાકુના ઘા ઝિંકી હત્યા કરી હતી. પાનના ગલ્લાના માલિકા સહિત બે જણા ત્યા પહોચતા હત્યારો ભાગી ગયો હતો.પોલીસની વિવિધ ટીમે બનાવી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
-પન્નાબેન મોમાયા, ડીસીપી ઝોન -4