નવી દિલ્હી: છત્તીસગઢના ઉત્તરપશ્ચિમ બીજાપુર જિલ્લાના જંગલો અને પર્વતોમાં માઓવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે, એક સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. આ સર્ચ ઓપરેશન દરમિયાન બે નક્સલીઓના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલીઓને ઠાર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના ઉત્તરપશ્ચિમ ક્ષેત્રના ડુંગરાળ જંગલમાં સવારે એન્કાઉન્ટર થયું હતું, જ્યાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં માઓવાદી કેડરની હાજરી અંગેની માહિતીના આધારે નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ રહ્યો હતો.
3 જાન્યુઆરીએ 16 નક્સલીઓને ઠાર કર્યા હતા
3 જાન્યુઆરીના રોજ, બસ્તર ક્ષેત્રમાં બે એન્કાઉન્ટરમાં 14 નક્સલીઓના મોત થયા હતા, જેમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે, છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં 285 નક્સલીઓને મોતનેઘાટ ઉતાર્યા હતા. કેન્દ્ર સરકારે ડાબેરી ઉગ્રવાદને નાબૂદ કરવા માટે 31 માર્ચની સમયમર્યાદા નક્કી કરી છે.