દેશમાં શહેરો અને સંસ્થાઓના નામો બદલવાની શરૂઆત થયા પછી હવે ભાજપ અને મોદી, ચંદ્ર પરના સ્થળોનં પણ નામકરણ કરવા લાગ્યા છે. એવી હાસ્યાસ્પદ ટીકા કરીને કોંગ્રેસના નેતાઓ મૂર્ખતાનું પ્રદર્શન કરી દેશમાં હાંસીને પાત્ર બની રહ્યા છે. ચંદ્ર ઉપર ભાજપના કોઇ નેતાને નામની તકતી કે બોડ મૂકાયા નથી, પણ ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક પરંપરા મુજબ નિર્ણય લેવાયો છે. અમેરિકા, રશિયા અને ચીન તો ઠીક પણ પાકિસ્તાને પણ આનો વિરોધ નથી કર્યો ત્યારે કોંગ્રેસને પેટમાં દુખ્યું પણ માથુ કુટયું છે.
ચંદ્રયાનની સફળતા પછી મોદીને ચાર ચાંદ લાગી ગયા છે. હવે આવનારી લોકસભાની ચૂંટણીમાં લાભ ખાટી જશે મૂળ, વાંધો આ છે કોંગ્રેસને ચંદ્ર પર વિક્રમ સારાભાઇ કેટર પણ છે. ‘શિવશકિત’ નામમાં ‘શિવશંકર’ હોવાથી સેક્યુલરવાદીઓ અભડાઇ ગયા પણ તેમનામાં નામકરણનો અર્થ સમજવાની બુધ્ધિ પણ નથી ઇસરોના તમામ સ્ત્રી-પુરૂષ સહયોગીઓની આ શ્રેષ્ઠ સન્માન છે. શિવ અને શકિતએ ચંદ્રયાનું સર્જન અને સફળતા અપાવી છે. આમાં ધાર્મિક ભાવના હો તો ખોટું શું છે? કેટલાક નામેને વિશિષ્ટ સંદર્ભ હોય છે તે આવનારી પેઢી માટે દિશાદર્શક અને પ્રેરણાદાયી હોય છે. તેને લઇને જ મોદીએ ચંદ્ર પરના લેડિંગ પ્રેરણાદાયી હોય છે.
તેને લઇને જ મોદીએ ચંદ્ર પરના લેંડિગ પોઇટને શિવશકિત એવું સાર્થક નામ આપ્યું છે. સમગ્ર દેશ માટે આ ગૌરવની વાત હોવા છતાં કોંગ્રેસે શિવશકિત વિરૂધ્ધ કાગારોળ મચાવી દીધી છે. કોંગ્રેસી નેતા રાશીદ અલ્વીએ નિવેદન કર્યું છે કે મોદીને નામકરણ કરવાનો અધિકાર કોણે આપ્યો ? મોદી ચંદ્રયાનના માલિક નથી. ચંદ્રયાન-1 જે સ્થળે ઊતર્યું હતું તેને ‘જવાહર પોઇન્ટ’ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર રાશીદ અલ્વીને કેમ વાંધો નહોતો પાડયો? પણ મોદી સરકારે ‘શિવશકિત’ નામ આપતાં જ ચંદ્ર કોઇની માલિકીનો ન હોવાનું યાદ આવ્યું ? આદામાન-નિકોબારની દક્ષિણ જયાં આપણી હદ પૂરી થાય તે સ્થળને કોંગ્રેસે ‘ઇન્દિરા પોઇન્ટ નામ આપેલું’ દેશની ઉત્તરે સિયાચીના છેલ્લા ઘાટને કોંગ્રેસે નામ આપેલં ‘ઇન્દિરા કોલ’ આ સ્થળો શું ગાંધી પરિવાર કે નહેરૂ પરિવારની બાપિકી મિલકતો હતી ? એવો પ્રશ્ન ત્યારે કોંગ્રેસને નહોતો થયો ?
મહુવા – અતુલ ગરાસીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે